બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં કોંગ્રેસથી પાછળ
Trending Photos
અમદાવાદ :ગુજરાત (Gujarat) ની તમામ 6 બેઠકો (ByElectionsResults) પર કોણ જીતશે તેની આતુરતાનો અંત થોડા જ કલાકમાં આવી જશે. 6 બેઠકોમાંથી બે બેઠકો બંને પક્ષો માટે કાંટે કી ટક્કર જેવી છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર હાલ સૌની નજર છે. ત્યારે શરૂઆતના રાઉન્ડમાં જ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavasinh Zala) ને પછડાટ મળતી દેખાઈ રહી છે. પ્રથમ રાઉન્ડમાં જ બંને બેઠકો પર ભાજપ (BJP) ના આ પક્ષપલટુ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. રાધનપુર અને બાયડ બંને બેઠકો પર કોંગ્રેસ (Congress) આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની બેઠકમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. રાધનપુર બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે મતગણતરીના બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે, અને બંને રાઉન્ડમાં બાયડ તથા રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. જે બતાવે છે કે, બંને મતવિસ્તારોમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે લોકોની નારાજગી કેટલી છે.
અલ્પેશ અને ધવલસિંહ સામે પ્રજાની નારાજગી પ્રથમ રાઉન્ડમાં જ દેખાઈ રહી છે. જેના અનેક કારણો સામે આવે છે. ભાજપમાં પક્ષપલટુઓની બોલબાલા એટલી વધી ગઈ છે કે, ક્યાંક સ્થાનિક લોકોમાં જ આ પેરાશૂટ ઉમેદવારો પ્રત્યે નારાજગી જોવા મળી હતી. તો ક્યાંક શિસ્તને કારણે ભલે સ્થાનિક નેતાઓ પક્ષની વિરુદ્ધ ગયા ન હોય, પણ મતદારોને રીઝવવામાં નિષ્ક્રીય રહ્યાં હોય તેવું પણ શક્ય છે. તો બીજી તરફ, ઠાકોર સેનામાં પણ અલ્પેશ ઠાકોર સામે નારાજગી રહી છે. આ વિરોધ જાહેરમાં સામે આવ્યો હતો. તો ખુદ અલ્પેશની સેનામાં બે ભાગલા પડ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે