વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

આજે રવિવારે સૌની નજર એક જ બાબત છે કે, છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ પક્ષ તરફથી આવ્યા છે. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ હોઈ આજે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. ત્યારે  અમદાવાદ કોંગ્રેસે બે બેઠક ઉપર નામ ફાઈનલ કર્યાં છે. જેમાં લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠક પર રઘુભાઈ દેસાઈ, અમરાઈવાડી બેઠક પર ધર્મેન્દ્ર પટેલ અને બાયડ બેઠક પર જશુ પટેલનું નામ જાહેર કરાયું છે. 

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

અમદાવાદ :આજે રવિવારે સૌની નજર એક જ બાબત છે કે, છ વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019)ની બેઠકો માટે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) દ્વારા કયા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ પક્ષ તરફથી આવ્યા છે. વિધાનસભા (Gujarat Vidhansabha) ની 6 બેઠકોની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ હોઈ આજે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. ત્યારે કોંગ્રેસે ચાર બેઠક ઉપર નામ ફાઈનલ કર્યાં છે. જેમાં લુણાવાડા (Lunawada) બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર (Radhanpur) બેઠક પર રઘુભાઈ દેસાઈ, અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર ધર્મેન્દ્ર પટેલ અને બાયડ (Bayad) બેઠક પર જશુ પટેલનું નામ જાહેર કરાયું છે. 

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણીનું ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારોનાં નામ ફાઈનલ કરી લીધાં છે. આ ચાર બેઠક છે અમદાવાદની અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર અને બાયડ. અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલનું નામ નક્કી કર્યું છે અને લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઈનલ કર્યું છે. રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રઘુ દેસાઈને ઉતાર્યા છે. તો  શકે છે કોંગ્રેસ. તો કોંગ્રેસે અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર જશુભાઈ પટેલને ટિકીટ આપી છે. 

Paris Fashion Weekમાં બચ્ચન પરિવારની વહુની કાતિલ અદા પર ટકી રહી સૌની નજર

રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને પ્રદેશ કમિટીમાંથી ફોન આવ્યો હતો. તેઓને કોંગ્રેસના મેન્ડેટ મેળવવા 7 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. જેથી રઘુભાઈ દેસાઈ અમદાવાદ જવા નીકળ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં મહીસાગરની લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી ફોર્મ ભરવા તૈયાર રહેવાનું કહેતાં તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી છે. લુણાવાડા બેઠક પર કોંગ્રેસે ઉજવણી શરૂ કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news