અમદાવાદના વધુ એક નગરસેવક કોરોના સંક્રમિત થયા, SVPમાં કરાયા દાખલ

અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. AMCના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Updated By: Jul 23, 2020, 12:01 AM IST
અમદાવાદના વધુ એક નગરસેવક કોરોના સંક્રમિત થયા, SVPમાં કરાયા દાખલ

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. AMCના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો:- ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત

આ વોર્ડમાં AMCના અધિકારીઓ સાથે સતત લોકસેવામાં કોરેન્ટાઇન ઝોનમાં સેવામાં સતત કાર્યરત રહેલા શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યારે SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇન્દુપુરી વોર્ડની CTM ખાતે આવેલી AMCની ઝોનલ ઓફિસના અન્ય ત્રણ ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે AMCની ઝોનલ ઓફિસમાં સેનેટાઇઝ સાથે કોર્પોરેટરની સોસાયટીમાં પણ સેનેટાઇઝ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube