PM મોદીની ટકોર બાદ જાગી ગુજરાત સરકાર, એક દિવસમાં કરી દીધા કોરોનાના રેકોર્ડ ટેસ્ટ

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ ખુબ જરૂરી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી છે. 

  PM મોદીની ટકોર બાદ જાગી ગુજરાત સરકાર, એક દિવસમાં કરી દીધા કોરોનાના રેકોર્ડ ટેસ્ટ

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ રોકવા માટે સૌથી મોટો ઉપાય ટેસ્ટિંગનો છે. અનેક નિષ્ણાંતો કોરોનાની સાંકળ તોડવા માટે મોટા પાયે ટેસ્ટ કરવાનું કહી ચુક્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ ઘણા રાજ્યોના મુકાબલે ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યા ઓછી હતી. આ વાત પીએમ મોદીએ પણ ધ્યાને લીધી હતી. મંગળવાર (11 ઓગસ્ટ)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ થયા હતા. પીએમ મોદીએ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે મુખ્યમંત્રીને ટકોર પણ કરી હતી. તો હવે પીએમની ટકોર બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 50 હજારથી વધુ ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. 

પીએમની ટકોર બાદ જાગી ગુજરાત સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાના સંક્રમણને અટકાવવા અને રાજ્યોની સ્થિતિ જાણવા માટે સતત મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરતા રહે છે. તેમણે ગઈકાલે જ 10 રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરી હતી. ત્યારે તેમણે ગુજરાત, બિહાર સહિત અન્ય બે રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યમાં ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું હતું. તેમણે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ પણ ખાસ ભાર મુક્યો હતો. આ વાતની અસર ગુજરાત સરકાર પર પણ થઈ છે. પીએમ મોદીના કહ્યાં બાદ આજે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. રાજ્યમાં એક દિવસમાં ટેસ્ટિંગના અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી દેવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ ટેસ્ટિંગ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 50 હજાર 124 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ગુજરાતનો એક દિવસનો ટેસ્ટિંગનો રેકોર્ડ છે. આમ રાજ્યમાં પ્રતિ મિલિયન વસ્તી પ્રમાણે દરરોજ 771.13 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પરંતુ જેટલા કેસ સામે આવી રહ્યાં છે, તેના પ્રમાણમાં ટેસ્ટ ઓછા થતાં હતા તેમ લાગી રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 11 લાખ 9 હજાર 5 ટેસ્ટ થયા છે. 

ભારે વિવાદ બાદ પાલિકા નિર્ણય બદલ્યો, હવે ફ્રીમાં થશે પરપ્રાંતીય શ્રમિકોનો કોરોના ટેસ્ટ  

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1152 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ વધુ 977 દર્દીઓને રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 74390 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2715 થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 57393 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યનો રિકવરી રેટ 7715% છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news