રાયડા કૌભાંડમાં પગ નીચે રેલો આવતા લાંચિયો અધિકારી પહોંચ્યો ખેડૂતના ઘરે, જુઓ પછી શું કર્યું

મહેસાણાના ખેરાલુ માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા રાબેતા મુજબ પોતાનો માલ લઇને આવ્યા હતા. પરંતુ નિગમના અધિકારીએ સેમ્પલ લેવા મામલે 1 હજારની લાંચ માગી હતી. જ્યારે ખેડૂતે આ સમગ્ર મામલે વીડિયો બનાવીને મીડિયાને જાણ કરી હતી

રાયડા કૌભાંડમાં પગ નીચે રેલો આવતા લાંચિયો અધિકારી પહોંચ્યો ખેડૂતના ઘરે, જુઓ પછી શું કર્યું

તેજસ દવે/મહેસાણા :ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં, ભારતનો ખેડૂત હંમેશા બિચારો અને બાપડો જ હોય છે. મહેનત કરવા છતાં તેને યોગ્ય વળતર મળતુ નથી. આવક અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા મામલે તે હંમેશાથી હાંસિયામાં ધકેલાયેલો હોય છે. તેમાં પણ યોજનાનો લાભ લેવાના મામલે સરકારી અધિકારીઓ લાંચ માટે મોટુ મોઢું ખોલે છે. આવામાં ગુજરાતમાં બહુચર્ચિત ખેરાલુ રાયડા કૌભાંડમાં મોટો વળાંક આવ્યો છે. ખેડૂત પાસે સેમ્પલ પાસ કરાવવા મામલે લાંચ માંગનાર સરકારી અધિકારીને સમાધાન કરવા માટે ખેડૂતને આજીજી કરવી પડી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

આજીજી કરતો સરકારી બાબુ કેમેરામાં કેદ
બન્યું એમ હતું કે, મહેસાણાના ખેરાલુમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. મહેસાણાના ખેરાલુ માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા રાબેતા મુજબ પોતાનો માલ લઇને આવ્યા હતા. પરંતુ નિગમના અધિકારીએ સેમ્પલ લેવા મામલે 1 હજારની લાંચ માગી હતી. જ્યારે ખેડૂતે આ સમગ્ર મામલે વીડિયો બનાવીને મીડિયાને જાણ કરી હતી.

ખેડૂતોએ સોગંધનામુ કરીને તપાસ કરવા માંગણી કરી હતી. આ બાદ પુરવઠા વિભાગને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું અને પુરવઠા વિભાગે તપાસના આદેશ કર્યા હતા. ત્યારે સરકારી બાબુઓ બરાબરના સાણસામાં આવી ગયા હતા. સરકારી બાબુએ બીકના મારે ખેડૂતના ઘરે જઈ સમાધાન માટે આજીજી કરી હતી. તેમજ આ મામલાને ભ્રષ્ટ સરકારી અધિકારી દ્વારા થાળે પાડવા માટે દબાણ કરાયું હતું. ખુદ અધિકારી ડરના માર્યે ખેડૂતોના ઘરે સમાધાન માટે પહોંચી ગયા હતા. ત્યારે ફરિયાદી ખેડૂતના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરામાં સરકારી બાબુ આજીજી કરતા દેખાઈ રહ્યાં છે, અને મામલો થાળે પાડવા ખેડૂતોને ભલામણ કરી રહ્યાં છે. 

અગાઉ આક્ષેપ નકાર્યો હતો
1000 રૂપિયાની લાંચ લેવાનો મામલો ખૂલતા અગાઉ અધિકારીને આ અંગે પૂછાયુ હતું તો તેણે કહ્યું કે, આ આક્ષેપ ખોટા છે અને કોઈ પણ રૂપિયા માંગવામાં નથી આવ્યા. તેમ કહી પોતાનો લુલ્લો બચાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદાતા અનાજમાં મોટા મોટા કૌભાંડો ખૂલી રહ્યાં છે. પહેલા મગફળી, એરંડો, તુવેર બાદ હવે રાયડામાં પણ કૌભાંડોની શંકા સેવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news