ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (keshubhai patel) નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધો છે. 

Updated By: Oct 29, 2020, 01:53 PM IST
ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (keshubhai patel) નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને સવારે 10 વાગ્યે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધો છે. શ્વાસ લેવાની તકલીફ થતા તેઓને હોસ્પિટલમાં જઈ જવાયા હતા, જ્યાં 93 વર્ષીય દિગ્ગજ નેતાનુ નિધન થયુ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દુઃખદ અવસાનથી ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને શોકની લાગણી ફેલાઈ છે. તેમની સાથે વર્ષોથી કામ કરતા કર્મચારીઓ ઘેરા શોકમાં આવ્યા છે. કેશુભાઈ પટેલ ગાંધીનગર સેકટર 19માં  ક-203 માં રહેતા હતા. સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકે તેમને આ મકાનની ફાળવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે 

જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કર્યું - વિજય રૂપાણી 
કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. ગુજરાતની રાજનીતિમાં શૂન્યાવકાશ સર્જાશે. ત્યારે દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતે કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. કેશુભાઈની મોભી તરીકેની હતી, તેથી લોકોમાં તેઓ કેશુબાપાના હુલામણા નામે ઓળખાતા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેઓએ કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને  ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી  આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

52 વર્ષનો અમારો સંબંધ તૂટ્યો - શંકરસિંહ વાઘેલા 
તેમની સાથે ખભે ભભો મિળાવીને કામ કરનાર શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, 52 વર્ષના અમારા સંબંધો હતા. રાજકોટના સામાન્ય પરિવારમાં ખેડૂત જન્મેલ અમારા કેશુભાઈ, ધરતી સાથે જોડાયેલા, તેમની આગેવાનીમાં મેં મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આજે અમારા લાગણીબંધ સંધંધો તૂટ્યા છે. ભગવાન તેમની આત્માને પ્રાર્થના આપે. તેમના જવાથી સિનીયર સાથી છૂટી ગયા હોય તેવું લાગે છે. તેઓ ધરતી સાથે જોડાયેલા સામાન્ય કાર્યકર્તા હતા, ખેડૂતો અને ગામડાની વેદના, ખેતીની યોજના, નર્મદા જિલ્લા માટે સંઘર્ષ, પાકિસ્તાન તરફથી આવેલા પરિવારને મદદ કરવા, મીઠાના રાણમાં ચાલેલા, લોહીલુહણા થયા... આવા અનેક સંઘર્ષોમાં કાર્યર્કાઓને તેઓએ માર્ગદર્શન પૂરુ પાડ્યુ છે. તેઓ પારિવારિક ભાવનાવાળા હતા. આમ, તેમના જવાથી અમે એક મોભી ગુમાવ્યા છે. લાંબા સમયથી તેઓ રાજકારણમાં સક્રિય ન હતા. ભાજપના તેઓ જન્મદાતા હતા. બહુ જ દુખી હૃદયે તેઓએ નવી પાર્ટી શરૂ કરીહ તી. જે આગોવેનોને તેઓએ મોટા કર્યા હતા, તેઓએ કેશુભાપાને સાઈડમાં ધકેલ્યા હતા.  

અંતિમ શ્વાસ સુધી એક્ટિવ રહ્યા કેશુબાપા 
93 વર્ષની વયે જીવનના છેલ્લા શ્વાસ સુધી કેશુભાઈ એક્ટિવ રહ્યાં હતા. તેમના નિવાસસ્થાને નિયમિત કસરત કરતા હતા. કોરોનાની મહામારી વચ્ચે પણ તેઓએ માત કોરોનાને માત આપી તેનું મોટું રહસ્ય તેમની નિયમિતતા રહી હતી. કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ઘરમાં જ અલગ પ્રકારના બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કસરતના સાધનો પણ હતા, જ્યાં તે નિયમિત કસરત કરતા હતા.