થરાદ કેનાલમાં એક સાથે 4 બહેનપણીઓએ લગાવી મોતની છલાંગ

થરાદ પાસે મેઇન કેનાલમાં એક સાથે ચાર યુવતિઓએ મોતની છલાંગ લગાવતા ચારેય યુવતિઓના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબા આ ચારેય યુવતિઓ વાવ તાલુકાના દેથળી ગામની હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોચ્યાં હતા. 

Updated By: Feb 4, 2019, 06:04 PM IST
થરાદ કેનાલમાં એક સાથે 4 બહેનપણીઓએ લગાવી મોતની છલાંગ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: થરાદ પાસે મેઇન કેનાલમાં એક સાથે ચાર યુવતિઓએ મોતની છલાંગ લગાવતા ચારેય યુવતિઓના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબા આ ચારેય યુવતિઓ વાવ તાલુકાના દેથળી ગામની હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોચ્યાં હતા. 

કોઇ અંગત કારણોથી આ ચારેય યુવતિઓએ એક સાથે કેનાલમાં જંપલાવ્યું હોવાની અનેક અટકળો ચાલી રહી છે. એક સાથે ચાર યુવતિઓના મોતના સમાચાર મળતા વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોર ઘટના સ્થળે પહોચ્યા હતા. મહત્વનું છે, કે ઘટના સ્થળેથી કેનાલમાં મોતનો કૂદકો મારનારી મીનાક્ષી નામની મહિલા દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇટ નોટ મળી આવી છે.

દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અમદાવાદી જુવાનિયાઓ, પોલીસ સ્ટેશન પાસે પીધો બિયર

તો બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો મૃતક ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓના મૃતદેહની તપાસ હાથ ધરી છે.