પશુપાલકો માટે સૌથી મોટા ખુશખબર; ગુજરાતના આ જિલ્લામાં લેવાયો મહત્વનો નિર્ણય

Sumul Dairy: સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકો માટે ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે.

પશુપાલકો માટે સૌથી મોટા ખુશખબર; ગુજરાતના આ જિલ્લામાં લેવાયો મહત્વનો નિર્ણય

Sumul Dairy: સુરત અને તાપી જિલ્લામાં 2.5 લાખ જેટલા પશુપાલકો વ્યવસાય કરે છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. પશુપાલકો માટે દૂધમાં કિલોફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અઢી લાખ પશુપાલક માટે આ સમાચાર તેમના મોઢા પર ખુશી લાવી શકે છે. 

22 વર્ષ બાદ વ્યાજ સાથે રૂપાલાએ કરી વસૂલાત! ગુજરાતમાં ક્ષત્રિયોના અરમાનોના સપૂડાં સાફ
 
સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકો માટે ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. આ સાથે જ ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા, જે વધારા સાથે 850 રૂપિયા કરવામાં આવ્યા છે. તેવી રીતે ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારા સાથે 810 રૂપિયા કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે અઢી લાખ પશુપાલક માટે આ જાહેરાત કરી છે. આ એક નિર્ણયના કારણે સુરત- તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે. ખરેખર અઢી લાખ પશુપાલક માટે ખુશીના સમાચાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news