આંદોલન કરી રહેલા સરકારી ડોક્ટરોની માંગણીઓ સરકારે સ્વીકારી, લીધો મહત્વનો નિર્ણય

અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય વિગતો આપતાં કહ્યું કે,તબીબોના એન.પી.એ.ની માંગણી સંદર્ભે સરકારે તા.૧.૬.ર૦૧૯ થી ર૦ ટકા એન.પી.પી.એ.ની ચુકવણીનો નિર્ણય કર્યો છે.

આંદોલન કરી રહેલા સરકારી ડોક્ટરોની માંગણીઓ સરકારે સ્વીકારી, લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ર્ડાકટર્સના પ્રશ્નોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવીને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મહત્વના નિર્ણયો સંપૂર્ણ સંવેદના સાથે કર્યા છે. ત્યારે ગરીબ નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે મળતી થઈ જાય અને માનવીની મહામૂલી જિંદગી બચાવવાના આ સેવાયજ્ઞમાં સત્વરે જોડાઈ જવા તબીબોને અપીલ કરાઈ છે.

અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય વિગતો આપતાં કહ્યું કે,તબીબોના એન.પી.એ.ની માંગણી સંદર્ભે સરકારે તા.૧.૬.ર૦૧૯ થી ર૦ ટકા એન.પી.પી.એ.ની ચુકવણીનો નિર્ણય કર્યો છે. એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ-ર૦રર, બીજો હપ્તો  ઓકટોબર-ર૦રર, ત્રીજો હપ્તો એપ્રિલ-ર૦ર૩, ચોથોહપ્તો ઓકટોબર-ર૦ર૩ અને પાંચમો હપ્તો એપ્રિલ-ર૦ર૪ ના રોજ ચૂકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, બેઝીક અને એન.પી.પી.એ.ની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.ર,૩૭,પ૦૦/- નિયત કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેઓની તમામ એડહોક સેવાઓ નિયમિત કરી સળંગ ગણવામાં આવશે. બાકી રહેતી એડહોક સેવાઓ નિયમિત કરવા અને સળંગ કરવા એડહોક સેલની રચના કરવામાં આવશે. તજજ્ઞ સેવા, વર્ગ-૧ ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન રૂા.૮૪૦૦૦/-થી વધારીને રૂા.૯પ૦૦૦/- આપવામાં આવશે. કરારીય અથવા બોન્ડેડ એમ.બી.બી.એસ. તબીબોને માસિક ફીકસ વેતન રૂા.૬૩૦૦૦/- થી વધારીને રૂા.૭પ૦૦૦/- આપવામાં આવશે તેમ જણાવ્યું છે. રાજયના તજજ્ઞ સેવા વર્ગ-૧ ના તબીબોને ૮ વર્ષે ટીકુકમિશનનો લાભ મળવાપાત્ર રહેશે. 

અગ્રવાલે ઉમેર્યુ કે, રાજય સરકારની સેવામાં હોય તેવા એમ.બી.બી.એસ. ર્ડાકટરો માટે અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ૧૦ ટકા સીટો અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.જી.એમ.ઇ.આર.એસ. હસ્તકના તબીબી શિક્ષકોને ન્યુ પેન્શન સ્ક્રીમ, રજા પ્રવાસ રાહત,રજાનુંરોકડમાં રૂપાંતર, ટ્રાવેલ્સએલાઉન્સ, મેડીકલએલાઉન્સ જેવા લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની મેડીકલકોલેજો–હોસ્પિટલો ખાતે બોન્ડેડ ઉમેદવારો ધ્વારાબજાવેલ સેવાને બોન્ડમુકત તરીકે માન્ય રાખવામાં આવી છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તબીબી શિક્ષકોના ઉચ્ચતર પગાર ઘોરણ અન્વયે નામાભિધાન મંજુર કરવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું કે,તબીબી શિક્ષણ, તબીબી સેવા અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ હાથ ધરાઇ છે. એડહોક ધોરણે ફરજ બજાવતા ટયુટરોને ૭ મા પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે. તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના ૧પ ટકા સીનીયરટયુટરોનેટીકુ કમિશન મુજબ ત્રીજા ઉ.પ.ધો.નો લાભ તથા ૧૦ ટકા સીનીયર પ્રાધ્યાપકોને ૭મા પગાર પંચ મુજબ હાયરએડમીનીસ્ટ્રેટીવ ગ્રેડ(HAG) નો લાભ મળવાપાત્ર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news