Gujarat Election 2022: આમ આદમી પાર્ટીમાં વિરોધના સૂર, આ બેઠકો પર કાર્યકરોએ પાર્ટીને આપી ચીમકી

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે જોરશોરથી મેદાનમાં ઉતરલી આમ આદમી પાર્ટી સામે કેટલીક સીટો પર વિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનીક ઉમેદવારને ટિકિટ ન મળતા નારાજ થઈ ગયા છે. 
 

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીમાં વિરોધના સૂર, આ બેઠકો પર કાર્યકરોએ પાર્ટીને આપી ચીમકી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 169 ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ કેટલીક બેઠકો પર આપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. બોટાદ, ગઢડા, ધંધુકા સહિત લીંબડી બેઠકના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીમાં રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્રણેય બેઠકોના કાર્યકરોએ પક્ષને ચીમકી આપી છે કે જો ઉમેદવાર સ્થાનિક નહીં હોય તો કાર્યકરો જ પક્ષને નડશે.

આમ આદમી પાર્ટી રાજ્યની ઘણી બેઠકો પર
બોટાદના સાળંગપુર રોડ પર ત્રણેય વિધાનસભાના કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજભા ઝાલા હાજર રહ્યા હતા. ત્યારે આપના કાર્યકરોની નારાજગીને રાજભાએ સમર્થન આપ્યું હતું અને પાર્ટી નિર્ણય ના બદલે તો આપના ઉમેદવારો સામે આપના જ કાર્યકરો લડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી  હતી. જેથી હવે બોટાદ, ગઢડા, ધધુકા, લીંબડી બેઠક પર આપ માટે કપરા ચઢાણ થવાના છે.

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 169 ઉમેદવાર જાહેર કર્યાં
આમ આદમી પાર્ટી અત્યાર સુધી પોતાના ઉમેદવારોની 13 યાદી જાહેર કરી ચુકી છે. જેમાં અત્યાર સુધી 169 ઉમેદવારો જાહેર થયા છે. હજુ સુધી આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જાહેરાત કરી નથી. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કતાર ગામ વિધાનસભાથી ચૂંટણી લડશે. તો મનોજ સોરઠિયા કારંજ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે. 

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી
કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટ જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news