હેલ્મેટ, પીયુસી અને સીટ બેલ્ટ નિયમોના અમલીકરણની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

રાજ્યમાં આવી રહેલી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પીયુસી, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના અમલીકરણની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. સુનયના તોમરે જણાવ્યું કે, રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં આવ્યા બાદ ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. 
 
હેલ્મેટ, પીયુસી અને સીટ બેલ્ટ નિયમોના અમલીકરણની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

હીતલ પારેખ/ગાંધીનગરઃ ટ્રાફિક નિયમો સંબંધિત દંડની રકમમાં વધારો થયા પછી કડક અમલીકરણ બાબતે ગુજરાત સરકારે પ્રજાજનોને ઘણી રાહત આપી છે. કેન્દ્ર સરકારની સરખામણીમાં રાજ્ય સરકારે દંડની રકમમાં ઘણો ઘટાડો કર્યો છે. ત્યાર પછી પીયુસી માટે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે તેની મુદ્દત 31 ઓક્ટોબર સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ રાજ્યમાં 900 નવા પીયુસી સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લીધો છે. 

ટ્રાફિક નિયમોના અમલીકરણ સંબંધે નવી જાહેરાત કરતા વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું કે, "સરકારે પીયુસી કેન્દ્રો માટેના નિયમો હળવા કર્યા છે. નવા 900 સેન્ટર ખોલવાનો નિર્ણય લેવાની સાથે જ લાયસન્સની પ્રક્રિયા પણ હળવી કરવામાં આવી છે. સરકાર દ્વારા હવે મશીનરી વિકસાવ્યા પહેલાં પણ લાયસન્સ આપી દેવામાં આવશે. સાથે જ ભાડાની જગ્યાએ પણ જો ભાડાકરાર હોય તો પીયુસી સેન્ટર ખોલી આપવાની પરવાનગી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભાડા કરારની 5 વર્ષના કરારની જોગવાઈ પણ દૂર કરાઈ છે."

31 ઓક્ટોબર સુધી રાહત
રાજ્યમાં આવી રહેલી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પીયુસી, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના અમલીકરણની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. સુનયના તોમરે જણાવ્યું કે, રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં આવ્યા બાદ ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. 

રીક્ષાચાલકો પણ પણ રાહત 
વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે વધુમાં જણાવ્યું કે, "રીક્ષા ચાલકો માટે પરમિટ કમ્પાઉન્ડિંગ ફી જે અગાઉ રૂ.10,000 હતી તેને ઘટાડીને માત્ર રૂ.2500 કરવામાં આવી છે. શીખાઉ લાયસન્સ લેવા માટે સરકાર કેમ્પ કરીને પ્રશિક્ષણ આપશે. આ ઉપરાંત એલએમવી લાયસન્સ માટે હવે આરટીઓમાં ઓટો રીક્ષાનો જ ટેસ્ટ લેવામાં આવશે. ઓટો રીક્ષા માટે નવી માંડવાળી ફી અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં જ સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે."

જુઓ LIVE TV.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news