હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડુ આવ્યું, ગુજરાત કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ
ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની અને પ્રભારીની પસંદગી માટે હાલ દિલ્હી (delh) માં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. પરંતુ આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (hardik patel) ને હાઇકમાન્ડનું તેડું આવતા મોટી ચર્ચા શરૂ થી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની અને પ્રભારીની પસંદગી માટે હાલ દિલ્હી (delh) માં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. પરંતુ આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (hardik patel) ને હાઇકમાન્ડનું તેડું આવતા મોટી ચર્ચા શરૂ થી છે.
દિલ્હીથી બોલાવો આવતા આજે હાર્દિક પટેલ દિલ્હી જવા રવાના થશે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઈને હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે. હાર્દિક પટેલ ગુજરાતમાં કોંગ્રેસ (gujarat congress) ના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. રાજ્યમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની રણનીતિને લઈને પણ સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.
હાર્દિક પટેલના કાર્યકરી અધ્યક્ષ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. હાલ તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે, અને હાર્દિક પટેલ પાટીદાર ચહેરો હોવાને નાતે પણ તેમની દિલ્હીમાં મનોમંથન માટે બોલાવાયા છે.
વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સક્રિય બન્યા છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિધાનસભાના વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ કર્યુ છે. દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે. ત્યાં ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયુ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કારમી હારની જવાબદારી સ્વીકારી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારા રાજીવ સાતવ કોરોનામાં સપડાયા અને તેમનુ અવસાન થયુ હતું. રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને આડે હવે માત્ર દોઢ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય ત્રણેય પદ ખાલી છે. જેના માટે લોબીગંની શરૂઆત થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે