આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી, SDRFને એલર્ટ રહેવા આદેશ

ગુજરાત રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ સ્ટેટ વેધર વોચ ગ્રુપની મિટીંગમાં થયેલી ચર્ચા થઇ હતી. જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી, SDRFને એલર્ટ રહેવા આદેશ

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ સ્ટેટ વેધર વોચ ગ્રુપની મિટીંગમાં થયેલી ચર્ચા થઇ હતી. જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આગામી 3જી જુલાઇની આસપાસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફની ટીમને સમાધન સામગ્રી સાથે એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીના સમયમાં સારી જરૂરીયાત મંદ લોકોને મદદ કરી શકાય તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં સુરક્ષાના ભાગ રૂપે સુરક્ષા કર્મીઓને એલર્ટ રહેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news