સુરતમાં હિટ એન્ડ રનની ઘટના, મનપાના ડમ્પરે અડફેટે લેતા એક પુરૂષનું મોત

શહેરના પાંડસેરા વિસ્તારમાં આવેલી કૈલાશ ચોકડી પાસે આ અકસ્માતની ઘટના બની છે.   

Updated By: Aug 11, 2020, 12:21 PM IST
સુરતમાં હિટ એન્ડ રનની ઘટના, મનપાના ડમ્પરે અડફેટે લેતા એક પુરૂષનું મોત

ચેતન પટેલ/સુરતઃ સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના કૈલાશ ચોકડી પાસે આ બનાવ બન્યો છે. હિટ એન્ડ રનની ઘટનામાં એક બળવંત ભાઈ નાયકાનું મોત નિપજ્યું છે. આ ભાઈ પોતાના ઘરેથી નોકરી કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. મૃતક બળવંત ભાઈ લુમ્સના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યાં હતા. તેમને મનપાના ડમ્પરે હડફેટે લીધા છે. 

શું છે સમગ્ર ઘટના
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહાનગર પાલિકાના ડમ્પરે એક મોપેડ સવાર ભાઈને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત થયું છે. આ મૃતક ભાઈનું નામ બળવંતભાઈ નાયકા છે. તેમની ઉંમર આશરે 50 વર્ષ આસપાસ જણાવવામાં આવી રહી છે. તેઓ નોકરી માટે પોતાના ઘરે જઈ રહ્યાં હતા ત્યારે કૈલાશ ચોકડી પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube