બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા ચેતજો! થઈ શકે છે આવો 'કાંડ'! જાણો ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી?

સાયબર ક્રાઈમ હાલના સમયનું સૌથી મોટું ક્રાઈમ કૌભાંડ દેશમાં ચાલી રહ્યું છે ,રોજ લાખો લોકો દેશ માં સાયબર ક્રાઈમ નો ભોગ બની રહ્યા છે ,દિવસે દિવસે આ સાયબર ક્રિમીનલો અલગ અલગ હથકંડા અપનાવી નવી નવી તરકીબો લાવી લોકોને લૂંટી રહ્યા છે.

બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા ચેતજો! થઈ શકે છે આવો 'કાંડ'! જાણો ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી?

સંદીપ વસાવા/ઓલપાડ: ઓલપાડ પોલીસે એક સાયબર ક્રાઈમનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપી પાડ્યું છે. દુબઈથી લોકોને નોકરી માટે કોલ કરી, ન્યુડ કોલ કરી, ક્રીપ્ટોકરન્સી તેમજ યુએસટીડીના ટ્રાન્ઝેક્શન કરી રોજનું લાખો રૂપિયાનું કૌભાંડ આચરી રહ્યા હતા. આ તમામ કૌભાંડ થોડા પૈસાની લાલચમાં સ્થાનિકો પાસે કરાવવામાં આવી રહ્યું હતું. ગરીબ ભોળા લોકોને થોડા પૈસાની લાલચ આપી તેમના નામે બેંકમાં ખાતું ખોલાવવામાં આવતું અને તેમની ખાતા નંબર બેંક પાસબુક, એટીએમ તેમજ ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડી લેવાતા, આરોપીઓ પાસેથી મોટી માત્રમાં પ્રી એકટીવેટેડ સીમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. આરોપી આ મોબાઈલ અને સીમકાર્ડ દુબઈ મોકલવાના હતા. છેલ્લા 6 મહિનાથી આ રેકેટ ચાલી રહ્યું હતું.

સાયબર ક્રાઈમ હાલના સમયનું સૌથી મોટું ક્રાઈમ કૌભાંડ દેશમાં ચાલી રહ્યું છે ,રોજ લાખો લોકો દેશ માં સાયબર ક્રાઈમ નો ભોગ બની રહ્યા છે ,દિવસે દિવસે આ સાયબર ક્રિમીનલો અલગ અલગ હથકંડા અપનાવી નવી નવી તરકીબો લાવી લોકોને લૂંટી રહ્યા છે ,ગરીબ અને અભણ લોકો તો ઠીક ભણેલા ગણેલા લોકો પણ આસાનીથી સાયબર ક્રાઈમ નો શિકાર થઇ જતા હોય છે ,ત્યારે ઓલપાડ પોલીસે એક એવું જ આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું છે. 

ઓલપાડ તાલુકાના સ્થાનિક લોકોને 10 હજારથી લઇ એક લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવતી અને તેમના નામ પર બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને ત્યારબાદ તેમના બેંક ખાતા નો આ સાયબર ક્રાઈમ માં ઉપયોગ કરવામાં આવતો હતો ,જેમના નામના એકાઉન્ટ ખોલવામાં આવતા તેમની પાસબુક , ડેબિટ તેમજ એટીએમ કાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા અને સાયબર ફ્રોડ માં જેટલા ઓનલાઇન પૈસા આવતા એ પૈસા આ ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવતા હતા આ આખું નેટવર્ક દુબઈ થી ચલાવવામાં આવી રહ્યું હતું. 

ઓલપાડ પોલીસે ઓલપાડ સાયણ રોડ પર થી ૬ લોકો ની ઇકો કાર માંથી બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે ,અને તેમની પાસે થી અલગ અલગ કંપનીના 27 જેટલા મોબાઈલ તેમજ 190૦ જેટલા પ્રી એક્ટીવ સીમકાર્ડ, એપલ કંપનીનું એક આઈપેડ, ઇન્ડિયન બેંક એકાઉન્ટની 11 જેટલી કીટો, 18 જેટલી અલગ અલગ બેંકની પાસબુક, 15 જેટલા અલગ અલગ બેન્કના એટીએમ અને ડેબીટ કાર્ડ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી આ મોબાઈલ અને સીમકાર્ડ દુબઈ મોકલવાના હતા અને દુબઈથી ઇન્ડિયન નંબરથી કોલ કરી દેશમાં સાયબર ક્રાઈમ કરવામાં આવતું હતું. 

પોલીસ તપાસમાં છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાનું આરોપી એ કબુલ કર્યું હતું. રોજનું લગભગ 20 લાખથી વધુનું ટ્રાન્જેક્સન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ એવા બિન્દેશ માદળિયાં, તેમજ અભિષેક છ્ત્રભુજ તેમજ વિવેક બાંભરોલીયા, મિલન બાંભરોલીયા, કાળું જાદવ, રોનક સાવલીયાની ધરપકડ કરી છે. જયારે દુબઈ ખાતે રહેતા 2 વ્યક્તિ તેમજ અન્ય ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઇન્ટરનેશન બેન્ક ફોર્ડ સાયબર ક્રાઇમનું મોટું રેકેટ ઝડપી પાડ્યું. સાથે સાથે પોલીસે સાયબર ફ્રોડ અટકાવવા લોકોને સજાગ રહેવા અપીલ પણ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news