Kheti Bank: આવતીકાલે ખેતી બેંકની ચૂંટણી યોજાશે, ચૂંટણી પહેલા જ બેંક પર ભાજપનો કબજો

ADC બેંકના 1 પ્રતિનિધિ સહિત ભાજપના કુલ 10 સભ્યો થયા છે આમ બેંકની ગવર્નિંગ બોડી પર ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે (CR Patil) આપેલી સૂચનાઓ પ્રમાણે વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

Kheti Bank: આવતીકાલે ખેતી બેંકની ચૂંટણી યોજાશે, ચૂંટણી પહેલા જ બેંક પર ભાજપનો કબજો

બ્રિજેશ દોશી, અમદાવાદ: ખેડૂતો (Farmer) ને લાંબાગાળાનું ધિરાણ કરતી સહકારી બેંક એવી ખેતી બેંક (Kheti Bank) ની શનિવારે ચૂંટણી યોજાશે. 18 પૈકીની 7 બેઠકો માટે મતદાન (Voting) થશે. સવારે 11 વાગ્યા થી મતદાનની શરૂઆત થશે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ મત ગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર થશે. જો કે આ ફક્ત ઔપચારિકતા રહેશે કારણકે પહેલા જ 10 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે જેમાંથી 9 પર ભાજપ સમર્થીત ઉમેદવારો જીતી ચુક્યા છે. ADC બેંકના 1 પ્રતિનિધિ સહિત ભાજપના કુલ 10 સભ્યો થયા છે આમ બેંકની ગવર્નિંગ બોડી પર ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે (CR Patil) આપેલી સૂચનાઓ પ્રમાણે વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

મતદાન (Voting) પહેલાં ભાજપ (BJP) ના સહકારી સેલના પ્રદેશ સંયોજક બીપીનભાઈ પટેલની મહેનતથી અમદાવાદ (Ahmedabad) અને રાજકોટ (Rajkot) બેઠક પર હરીફ ઉમેદવારોએ પણ પક્ષના ઉમેદવારને સમર્થન આપી દીધું છે. જેના કારણે રાજકોટ બેઠક પર હરદેવસિંહ જાડેજાની જ્યારે અમદાવાદ બેઠક પર કાનભા ગોહિલની જીત નક્કી થઈ ચૂકી છે. હવે મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ખેડા અને સુરત બેઠક પર ટક્કર થશે. 

જેમાં બનાસકાંઠા બેઠક પર કાકા-ભત્રીજાની ટક્કર થશે તો સૌથી રોચક જંગ મહેસાણા બેઠક પર છે. જ્યાં બેંકના પૂર્વ ચેરમેન ધીરેન્દ્રકુમાર ચૌધરી સામે  રામજીભાઈ ચૌધરીની ટક્કર છે. ધીરેન્દ્રકુમાર ચૌધરી છે ભાજપ સમર્થીત સત્તાવાર ઉમેદવાર જેમને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સમર્થન છે. તો હરીફ ઉમેદવાર રામજીભાઈ ચૌધરીને ભાજપના જ સ્થાનિક ધારાસભ્યોનું સમર્થન છે..આમ આ બેઠકના પરિણામ સૌની નજર રહેશે.

ખેતી બેંક (Kheti Bank) પર અત્યાર સુધી ક્યારેય ભાજપની સંપૂર્ણ બોર્ડ સાથેની સત્તા આવી નહોતી. ગત ટર્મમાં કોંગ્રેસ (Congress) સમર્થીત સભ્યોના ટેકા થી ભાજપના ચેરમેન- વાઈસ ચેરમેન બન્યા હતા, જ્યારે આ વખતે ચૂંટણી પહેલા જ બોર્ડ પર ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. આ બેંકના કુલ સભાસદો 6.74 લાખથી વધુ છે અને બેંકે કુલ 4391 કરોડનું ધિરાણ આપ્યું છે.

કઈ બેઠક પર કેટલા મત પડશે... 
મહેસાણા બેઠક પર 49 મતદાર મતદાન કરશે
રાજકોટ બેઠક પર 35 મતદાર મતદાન કરશે
સુરેન્દ્રનગર બેઠક પર 28 મતદાર મતદાન કરશે
બનાસકાંઠા બેઠક પર 25 મતદાર મતદાન કરશે
અમદાવાદ બેઠક પર 21 મતદાર મતદાન કરશે
ખેડા બેઠક પર 19 મતદાર મતદાન કરશે
સુરત બેઠક પર 15 મતદાર મતદાન કરશે 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news