યુરોપમાં ફસાયેલા 300 વિદ્યાર્થીઓએ કેંદ્ર અને રાજ્ય સરકારને પાસે માંગી મદદની ગુહાર
હાલ સમગ્ર વિશ્વમા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે ભારતીયો જુદા જુદા દેશોમાં ફસાયા છે. ત્યારે હાલ યુરોપના બેલારુસમા ફસાયેલા વિધાર્થીઓએ મદદની ગુહાર લગાવી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: હાલ સમગ્ર વિશ્વમા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે ભારતીયો જુદા જુદા દેશોમાં ફસાયા છે. ત્યારે હાલ યુરોપના બેલારુસમા ફસાયેલા વિધાર્થીઓએ મદદની ગુહાર લગાવી છે. અંદાજિત 300થી વધુ ભારતીયો યુરોપમા ફસાયા છે. આ ઉપરાત 20 હજારથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને કારણે ત્યા અભ્યાસ અર્થે ગયેલા વિધાર્થીઓમા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ તેમના પરિવારજનોમાં પણ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
છેલ્લા એક મહિનાથી તેઓ પીએમઓ તથા સીએમઓને આ અંગે મેઇલ કરી તમામ હકીકતને જાણ કરવામા આવી છે. તેમ છતા સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની વ્યવસ્થા કરવામા આવી નથી. હાલમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી લોકોને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં યુરોપના આ શહેરને તેમાંથી બાકાત રાખવામા આવ્યો છે. જેથી વિધાર્થીઓ દ્વારા એક જ અપીલ કરવામા આવી રહી છે કે તેઓની કેન્દ્ર સરકાર મદદ કરે અને ફસાયેલા લોકોને ફરી ભારત લાવવાની વ્યવસ્થા કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઘરવાપસી અભિયાન ચાલુ થઈ ગયુ છે. ગુરુવારે બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 નાગરિકો કેરળ પહોંચ્યા. દુબઈથી આવેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પાછા લાવવાનું કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે