વડોદરાના ગુમ પૂર્વ ક્રિકેટર 8 દિવસ બાદ દમણમાંથી મળ્યા, કર્યો ચોંકાવનારો ખુલાસો
પોલીસ શોધખોળમા મળેલ મિત્તલ સરૈયાએ પોલીસને 8 દિવસ ગોટે ચઢાવ્યા હતા. પોલીસને ડર હતો કે, તેમનું અપહરણ થયું છે. પરંતુ આ ડર વચ્ચે કહાની કંઈક બીજી જ હતી. બીજી તરફ સરૈયાનો ફોન પણ સતત બંધ રહેતા પોલીસ માટે તેમને શોધવું મુશ્કેલ બની ગયું હતું.
Trending Photos
વડોદરા/ગુજરાત : અમેરિકાથી વર્ષો બાદ પોતાનું હોમટાઉન વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈ મિત્તલ સરૈયા થોડા દિવસ પહેલા ગાયબ થયા હતા. જે અંગે તેમના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને 8 દિવસ બાદ મિત્તલ સરૈયાને શોધવામા સફલતા મળી હતી. તેઓ ગઈકાલે દમણમાંથી મલ્યા હતા.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમા પોતાના વતન આવેલા મિત્તલ સરૈયા 900 અમેરિકન ડોલર ચેન્જ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. બાદમાં તેઓ ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. જેને કારણે તેમનો પરિવાર પણ ચિંતિત થઈ ગયો હતો. અપહરણ કરાયાની શંકાઓ વચ્ચે પોલીસ તેમને શોધવા માટે કામે લાગી ગઈ હતી. એક સપ્તાહ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે 8 દિવસ બાદ પોલીસને માહિતી મળી હતી કે, મિત્તલ સરૈયા દમણમાં છે અને ઉમેશ હોટલના રૂમ નંબર 112માં રોકાયા છે. મંગળવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દમણ પહોંચીને મિત્તલ સરૈયાને શોધી લીધા હતા.
દેવું થયું એટલે ઘર છોડ્યું
પોલીસ શોધખોળમા મળેલ મિત્તલ સરૈયાએ પોલીસને 8 દિવસ ગોટે ચઢાવ્યા હતા. પોલીસને ડર હતો કે, તેમનું અપહરણ થયું છે. પરંતુ આ ડર વચ્ચે કહાની કંઈક બીજી જ હતી. બીજી તરફ સરૈયાનો ફોન પણ સતત બંધ રહેતા પોલીસ માટે તેમને શોધવું મુશ્કેલ બની ગયું હતું. પોલીસને મિત્તલ સરૈયાએ ગુમ થવાનું કારણ જમાવ્યું હતું કે, અમેરિકામાં મારી કરિયાણાની દુકાન છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી દેવુ થઈ ગયું હતું. ઉધારી વધી જતા ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘર છોડવું પડ્યું હતું. આટલું કહીને તેઓ પોલીસ સામે જ ભાંગી પડ્યા હતા.
મિત્તલ સરૈયા ગ્રીન કાર્ડ હોલ્ડર હોવાથી અમેરિકન એમ્બેસી દ્વારા પણ સરૈયાની પત્ની અને પુત્રીના નિવેદન લેવાયા હતા. બીજી તરફ, રાજ્ય પોલીસ વડા પણ આ કેસમાં ધ્યાન રાખી રહ્યા હતા. હવે મિત્તલ સરૈયા મળી ગયા છે, તો અમેરિકન એમ્બેસીને જાણ કરવામા આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે