નર્મદા ડેમ હાલ 88 ટકા ભરાતા સરકારને રાહત થઈ, હવે ખેતીની કોઈ જમીન કોરી નહિ રહે
Trending Photos
જયેશ દોશી/નર્મદા :ગુજરાત માટે સારા સમાચાર છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 88 ટકા ભરાતા સરકારને રાહત થઇ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી 135ને પારથી પહોંચી ગઈ છે. જે ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્રની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
નર્મદા બંધના ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આજે ડેમની ઐતહાસિક સપાટી વટાવી છે. આજે ડેમની સપાટી 135.02 મીટર થઈ છે, જેને પગલે નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલી દેવામાં આવ્યા છે. દરવાજામાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. નર્મદા ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ કહેવાય.
નર્મદા ડેમ પાણીથી છલોછલ થઈ જતા આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇનું પાણી મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં 20 હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા સાથે લિંક છે તે અને સાબરમતી સહિત 4 જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે.
આજે ગુજરાત ભવનના ઉદઘાટન માટે દિલ્હી જવા નીકળતા પહેલા મીડિયા સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નર્મદા ડેમ આજે 135 મીટર સુધી ડેમ ભરાયો છે. 10-15 દિવસમાં 135 મીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચીશું. જેની કેટલાય સમયથી અપેક્ષા હતી, તે હવે પૂરી થશે. 70 વર્ષ પછી પહેલીવાર નર્મદા નદી આ સપાટી પર પહોંચી છે. 4 વર્ષ પછી આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજે રાજકોટવાસીઓ આનંદથી વિભોર છે. પાણીની સમસ્યા સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દૂર થઈ છે. 100% વરસાદ તરફ જઈ રહ્યા છીએ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે