હાર્દિક પટેલ ફરી ઉપવાસ આંદોલન કરશે, હવે આ જગ્યા બનશે ઉપવાસ છાવણી
હાર્દિક પટેલ આગામી 2જી ઓક્ટોબરથી મોરબીમાં ફરીવાર શરૂ કરશે ઉપવાસ આંદોલન, સાથે પાટીદાર યુવાનો પણ કરશે ઉપવાસ
Trending Photos
અમદાવાદ: પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ માટે માટે અગાઉ 19 દિવસ સુધી ઉપવાસ કરી ચૂકેલ પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરી એક વાર ઉપવાસ કરશે. પાટીદારોની અનાંમતની માંગ અને ખેડૂતોની દેવા માફીના મુદ્દાઓ સાથે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે ગ્રીનવુડ રીસોર્ટ ખાતે 19 દિવસના ઉપવાસ પર બેઠો હતો. પરંતુ સરકાર દ્વારા તેની માંગણીઓ સ્વિકારવામાં આવી નહિં, અને તેની તબીયત લથડતા તેણે પારણાં કરી લીધા હતા. અત્યારે હાર્દિક બેંગાલુરુ ખાતે તેની સારવાર કરાવી રહ્યા છે. પાછા આવીને તે ફરી સરકાર સામે પડશે અને ઉપવાસ આંદોલન શરૂ કરશે.
ગાંધી જયંતીથી ગાંધીની જેમ આંદોલન કરશે હાર્દિક
આગામી 2 ઓક્ટોબરથી હાર્દિક પટેલ મોરબીના વગથળા ગામમાં ત્રણ મુદ્દાઓ સાથે ફરી એકવાર ઉપવાસ કરશે. હાર્દિક પટેલ આગામી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીથી સારવાર લઇને સ્વસ્થ થઇને પાછો ગુજરાતમાં આવીને સરકાર સામે ઉપવાસ આંદોલનું તીર છોડશે. હાર્દિક સાથે બીજા અન્ય પાટીદારો પણ ઉપવાસ કરશે. હાર્દિક તેની માંગ સાથે અડગ છે.
મોદીએ સદભાવના યાત્રા કરી તેવી જ રીતે હાર્દિક હવે ઉપવાસ યાત્રા કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે સદભાવના યાત્રા કરીને ઉપવાસ કર્યા હતા, તેવી જ રીતે હાર્દિક પટેલ પણ મોદીના રસ્તા પર હાર્દિક પટેલ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ પણ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપવાસ આંદોલન કરવા જઇ રહ્યો છે. જેની શરૂઆત 2જી ઓક્ટોબરથી મોરબીના વગથડા ખાતેથી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે