વેપારીને 2 કરોડનો ચુનો લગાવે તે પહેલા પોલીસે આરોપીને દબોચ્યો, જાણો કઈ રીતે કરતો છેતરપિંડી

અમદાવાદની પોલીસ ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ દિનેશ રાવલ છે, જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. બ્લેકમાંથી વાઈટ પૈસા કરી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. 

વેપારીને 2 કરોડનો ચુનો લગાવે તે પહેલા પોલીસે આરોપીને દબોચ્યો, જાણો કઈ રીતે કરતો છેતરપિંડી

ઉદય રંજન/અમદાવાદ: નવરંગપુરા પોલીસે બોગસ આંગડિયા પેઢી ઊભી કરી બ્લેકમાંથી વાઈટનાની લાલચ આપી ઠગતી ટોળકીના એક સાગરતીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 કરોડ આરટીજીએસની સામે રોકડા 2 કરોડ આપવાની લાલચ છેતરપિંડી કરે એ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

અમદાવાદની પોલીસ ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ દિનેશ રાવલ છે, જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. બ્લેકમાંથી વાઈટ પૈસા કરી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે આરોપી એ ફરિયાદી ને વૉટ્સએપ કોલ કરી કહ્યું હતું કે તમારી ક્રીશીવ ટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર સાડા પાંચ કરોડ છે જે અમે MCA વેબસાઈટ પર તપાસ્યું હતું કે તમારે ટ્રેડ ફંડ જોઈતું હોય તો અમે આપીશું એટલે કે અતુલ શાહ એન્ડ કંપની તમને આપશે જેના માટેથી ફરિયાદી એ પોતાનાની કંપનીના એકાઉન્ટના ડોક્યુમેન્ટ જમા કરવામાં આવે જેના માટેથી આરોપી આરટીજીએસના મારફતે 2 કરોડ જમા કરવામાં આવશે એના બદલામાં ફરિયાદીએ 2 કરોડ રોકડા આપવાના રહેશે આ વાત સાંભળી ફરિયાદી આરોપીની નવરંગપુરા ખાતે ની ઓફિસ ખાતે મુલાકાત માટે આવ્યા હતા. 

ફરિયાદી એ આરોપી ની ઓફિસની મુલાકાત લેતા આરોપી દિનેશ રાવલ કહ્યું હતું કે તમારું ટ્રેડ ફંડ મંજૂર થઇ ચૂક્યું છે પણ કહ્યું હતું કે તમે કાલે આવજો અમે તમને એક વેલકમ લેટર મોકલી આપીશું ત્યારે આરોપીઓએ EISEN PHARMA ACEUTICAL CO PVT LTD ના ઈમેલ આઈડી પરથી વેલકમ લેટર મોકલ્યો હતો જેની ખરાઈ ફરિયાદી એ કરી તો ખોટી વિગતો સામે આવી હતી જેથી ફરિયાદની ને શંકા જતા નવરંગપુરા પોલીસ ને જાણ કરી હતી ત્યારે નવરંગપુરા પોલીસે આરોપી દિનેશ રાવલ ની રંગેહાથે ઝડપી પડી ને પૂછ પરછ શરુ કરી છે. 

હાલ નવરંગપુરા પોલીસે એ તપાસ કરી રહી છે કે આ આંગડિયા પેઢી સાચી છે કે નહિ અને આ અતુલ શાહ એન્ડ કંપની સાચી છે કે નહિ આ પ્રકારની ઠગાઈ કેટલા લોકો સાથે કરી છે અને આ ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news