સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા

શિક્ષિત બેરોજગાર યુવા આંદોલન સમિતિ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજ સિંહ જાડેજા અને દિનેશ બાંભણીયા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવ્યું હતું. શિક્ષિત બેરોજગારી આંદોલનના સમિતિના સભ્યો સાથે 10 દિવસ પહેલા થયેલી બેઠક બાદ ફરી એકવાર આંદોલનકર્તા સમિતિએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આંદોલન શરૂ કરવામાં આવશે.

Updated By: Jul 22, 2020, 04:35 PM IST
સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા

હિતલ પારેખ, ગાંધીનગર: શિક્ષિત બેરોજગાર યુવા આંદોલન સમિતિ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજ સિંહ જાડેજા અને દિનેશ બાંભણીયા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવ્યું હતું. શિક્ષિત બેરોજગારી આંદોલનના સમિતિના સભ્યો સાથે 10 દિવસ પહેલા થયેલી બેઠક બાદ ફરી એકવાર આંદોલનકર્તા સમિતિએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આંદોલન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:- GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે

આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર સાથે બેઠક થઇ તેના દસ દિવસ પૂર્ણ થયા છે. દસ દિવસમાં બીજી બેઠક બોલવાવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ગઇકાલે મુખ્યમંત્રી પત્ર દ્વારા આગામી 26 જુલાઇ સુધીમાં બેઠકનું આયોજન કરે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર બીજીવાર બેઠક બોલાવે ત્યારે અમારા પ્રશ્નો પૂરા થશે તેવા અમે આશાવાદી છીએ. યુવાનોનું ભવિષ્ય સુધરે તે માટે આંદોલન અને સંવાદ બંને કરી રહ્યાં છીએ. 

આ પણ વાંચો:- કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

સમિતિએ દ્વારા સરકારને ચીમકી આપતા કહેવામાં આવ્યું છે કે. સરકાર જો ત્વરિત બેઠક નહિ કરે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. ધાર્મિક અને સામાજિક સંગઠનોનું સમર્થન લેવામાં આવશે. અમારા લોકો ઉપર કેસ કરવામાં આવી રહ્યાં છે. તો આ પ્રકારે લોકશાહીનું હનન ન થયા તેવી અમારી માગણી છે. 72 ધારાસભ્યોએ અમારી માગણીને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો:- કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટની મોટી સિદ્ધિ, PM મોદી-અમિત શાહે ટ્વિટ કરી પાઠવ્યાં અભિનંદન

26 તારીખ સુધીમાં સરકાર વાતચીત નહીં કરે તો અમે આંદોલનની રૂપરેખા જાહેર કરીશું. આંદોલનની રૂપરેખા પણ સમિતિ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. જેમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંપલાવવા માટે પણ અલગ અલગ વિસ્તારમાં યુવાનો દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ

શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 26 તારીખ સુધી અમારી વાતચીત ન સાંભળવામાં આવે તો ડિજિટલ પ્લેટફોર્મ પર બંધારણીય જોગવાઇ પ્રમાણે કાર્યક્રમો આપવામાં આવશે. ધારાસભ્યોની પેટા ચૂંટણીઓમાં શિક્ષિત બેરોજગાર અને યુવાનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને સરકારે કરેલા અન્યાયનો પ્રચાર પ્રસાર કરશે.

આ પણ વાંચો:- સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...

તમામ પેટા ચૂંટણીઓમાં બેરોજગાર યુવાનો અપક્ષમાં મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવશે. કાર્યક્રમોની સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિમાં 8 કલાક અગાઉ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અન્ય કોઇપણ માધ્યમથી જાણ થશે તો તેને અમારૂ સમર્થન નહી રહે. ગુજરાત હાઇકોર્ટમાં 9328 યુવાનો દ્વારા પિટિશન દાખલ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube