મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.
મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.

હાલ રેલવે LCBએ આરોપી ને ઝડપી ગીર-સોમનાથ પોલીસને સોંપવા કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે રેલવે LCB ની ટિમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી યુવક પોલીસ ને જોઈ શંકાસ્પદ હરકત કરતો નજરે ચડ્યો. બાદમાં ટ્રેન ચાલુ થતા આ યુવક ટ્રેનમાં બેસી ગયો. જોકે પોલીસ પણ પાલનપુર સુધી આરોપીનો પીછો કરતી રહી અને બાદમાં તેની પાસે રહેલી બેગ તપાસ કરી તો બેગમાંથી 10 લાખથી વધુ રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.

આરોપીને લઈ પાલનપુરથી પરત અમદાવાદ લાવવામાં આવ્યો. આરોપીની પોલીસે વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે ચોરી કરેલા રૂપિયા ગીર સોમનાથમાંથી કરેલા. ફરિયાદી સાથે તેની મિત્રતા સોશ્યિલ મીડિયા મારફતે થઈ હતી. બાદમાં ફરિયાદીએ તેને ગુજરાત ફરવા બોલાવ્યો જેનો લાભ લઇ ફરીયાદીને રૂપિયા મુકતા જોઈ જતા ઘરમાંથી રૂપિયા-દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news