સુરત: પ્રેમીએ મહિલાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વશ્યો જોઇ ચોંકી ઉઠી

સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા પ્રેમીએ જ મહિલાનું અપહરણ કરી મકાનમાં લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમી ઘરમાં બંધ મહિલાને ગોંધી બહારથી દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

Updated By: Jan 5, 2020, 12:28 PM IST
સુરત: પ્રેમીએ મહિલાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વશ્યો જોઇ ચોંકી ઉઠી

ચેતન પટેલ, સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા પ્રેમીએ જ મહિલાનું અપહરણ કરી મકાનમાં લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમી ઘરમાં બંધ મહિલાને ગોંધી બહારથી દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ક્વાર્ટર્સના એક બંધ મકાનમાંથી મહિલા ચિસો પાડતી હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. બનાવની જાણકારી મળતા લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંધ મકાનને મારેલું તાળું તોડી બંધક મહિલાને મુક્ત કરાવી હતી. જોકે બંધ મકાનમાં મહિલાને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે બંધ ઘરમાંથી હાથ પગ અને મોઢું બાંધેલી હાલતમાં મળી આવી હતી. મહિલાના શરીર પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. જ્યાં પોલીસે મહિલાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ પૂછપરછ કરી હતી.

લિંબાયત પોલીસ દ્વારા મહિલાની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન હકીકત બહાર આવી હતી કે, મોહમ્મદ અજીજ સિદ્દીકી નામના યુવક સાથે તેણીના છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી આવ્યો છે. જ્યાં ગત રોજ મોહમ્મદ તેણીને લીંબાયત વિસ્તારમાં આવેલ ક્વાર્ટસ ખાતે બળજબરીપૂર્વક લઈ આવ્યા બાદ બંધક બનાવી દીધી હતી. મહિલાના હાથ અને પગ સહિત મોઢું પણ મોહમદ દ્વારા બાંધી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ ચપ્પુ વડે ઇજા પણ પહોંચાડી હતી. જ્યાં ઇજા થતા તેણી બેભાન થઈ ગઈ હતી. ઘટના બાદ મોહમ્મદ ઘર બહારથી દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

લિંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મહિલાને સંતાનમાં ચાર બાળકો પણ છે જો કે છેલ્લા એક વરસથી મહિલા અને મોહમ્મદ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો છે અને કોઈ ખટરાગ થતાં મા માટે આ પગલુંભર્યું હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. હાલ તો લિંબાયત પોલીસે મહિલાની ફરિયાદના આધારે અપહરણ તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube