અમદાવાદ એરપોર્ટથી ઉપડી રહેલી Go Airના પ્લેનમાં એન્જિનમાં લાગી આગ

અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર અમદાવાદથી બેંગલુરુ જતી ગો એર (Go Air) ની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, આગ તરત કાબૂમાં લાવવામાં આવી હતી. આગનો બનાવ સામાન્ય હોવાથી આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. 

Updated By: Feb 18, 2020, 12:20 PM IST
અમદાવાદ એરપોર્ટથી ઉપડી રહેલી Go Airના પ્લેનમાં એન્જિનમાં લાગી આગ

અમિત રાજપૂત/અમદાવાદ:અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર અમદાવાદથી બેંગલુરુ જતી ગો એર (Go Air) ની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, આગ તરત કાબૂમાં લાવવામાં આવી હતી. આગનો બનાવ સામાન્ય હોવાથી આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. 

વફાદાર સાથી જ નીકળ્યો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મોટો સૂત્રધાર 

અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલી ગો એરની ફલાઇટ નંબર G8 802માં ટેક્નિકલ ખામીના લીધે આગ લાગી હતી. ગો એરના સત્તાધીશોએ ફોરેન ઓબ્જેક્ટ ડેમેજ (FOD) ને કારણે આગ લાગી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ગો એરનું વિમાન રનવે પર ઉભુ હતું ત્યારે આ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવ બાદ રનવે બંધ કરી દેવાયો હતો. જોકે, આગ સામાન્ય હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. ફ્લાઈટમાં બેસેલા તમામ મુસાફરો સલામત હતા. 

‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’ 

ગો એરના સંચાલકોએ આગ લાગી હોવાનું કબુલ્યું હતું. તથા આ મામલે ડીજીસીએ દ્વારા ગો એર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે ગો એર એરલાઇન્સ અને સત્તાધીશો સામે પગલા લેવાઈ શકે છે. આ ઘટના અંગે ગો એરના ટ્વિટર એકાઉન્ટ પર પણ માફી માંગવામાં આવી હતી. 

ગો એરના સ્પોક પર્સને કહ્યું કે, મુસાફરોને સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. તેમજ તેઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક