'સુપર કિલર' કોરોનાની ચીનમાં ભયંકર દહેશત, ગૃહ યુદ્ધ જેવા હાલાત!, VIDEOમાં જુઓ વિકટ સ્થિતિ
ચીનમાં કોરોના વાઈરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારાઓની સંખ્યા 1700 ઉપર પહોંચી ચૂકી છે. લગભગ 70,000 લોકો તેનાથી અફેક્ટેડ છે. વાઈરસને કાબુમાં લેવા માટે ચીને લોકો પર હદ કરતા વધુ પ્રતિબંધો લગાવ્યાં છે. જો માઓત્સે તુંગના જમાનમાં લોકો પર લદાયેલા પ્રતિબંધોની યાદ આ જોઈને આવી જાય છે.
Trending Photos
નવી દિલ્હી: ચીનમાં કોરોના વાઈરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારાઓની સંખ્યા 1700 ઉપર પહોંચી ચૂકી છે. લગભગ 70,000 લોકો તેનાથી અફેક્ટેડ છે. વાઈરસને કાબુમાં લેવા માટે ચીને લોકો પર હદ કરતા વધુ પ્રતિબંધો લગાવ્યાં છે. જો માઓત્સે તુંગના જમાનમાં લોકો પર લદાયેલા પ્રતિબંધોની યાદ આ જોઈને આવી જાય છે.
ચીની નાગરિકો પર કસાયો સકંજો
માઓએ પણ 50-60ના દાયકામાં ચીનની અર્થવ્યવ્સતાને ઉછાળ આપવાના નામ પર ગ્રેટ લીપ ફોરવર્ડ પોલીસી લાગુ કરતી વખતે પોતાના જ લોકો પર અત્યાચારો કર્યા હતાં. માઓએ પોતાની નીતિ હેઠળ લોકોના સામાજિક જીવન સાથે સૂચનાઓ ઉપર પણ નિયંત્રણ કરી રાખ્યું હતું.
કોરોનાનો પ્રહાર, ચીનમાં 'અત્યાચાર'
ચીનની સરકાર કોરોના વાઈરસ સામે યુદ્ધ સ્તરે લડી રહી છે અને આ જંગથી ચીનમાં જ ગૃહ યુદ્ધ જેવા હાલાત પેદા થયા છે. ચીની પોલીસ અને સેના કોરોના નામના જીવલેણ દુશ્મન સામે લડવા માટે રસ્તાઓ પર છે અને ચીની નાગરિક આ દુશ્મનના હુમલાના ડરના કારણે ઘરોમાં કેદ છે.
ચીનની અડધી વસ્તી પહેરા હેઠળ
એક રિપોર્ટ મુજબ ચીનના ગામડાઓ અને શહેરોમાં લોકો પર નજર રાખવા માટે ચીને લાખો વોલેન્ટિયર્સ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોની ફોજ ઉતારી દીધી છે. લોકોને ખુબ જ નજીકના સંબંધીઓ સિવાય કોઈને પણ મળવાની મંજૂરી નથી.
ચીન આમ પણ હાઈટેક ઉપકરણો દ્વારા પોતાના નાગરિકોની જાસૂસી માટે કુખ્યાત છે. આવામાં જ્યારે વાઈરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તો ચીન લાખો વોલેન્ટિયર્સ દ્વારા લોકોની નીગરાણી કરી રહ્યું છે. વોલેન્ટિયર્સ લોકોના શરીરના તાપમાનથી લઈને તેમની અવરજવરની વિગતો પણ નોંધી રહ્યા છે. તેઓ આઈસોલેશન માટે બનાવવામાં આવેલી જગ્યાઓ ઉપર પણ તમામ વ્યવસ્થા જોઈ રહ્યાં છે. આ વોલેન્ટિયર્સ બહારના લોકોને પણ સંબંધિત જગ્યાઓથી દૂર રાખી રહ્યા છે જેથી કરીને વાઈરસ ન ફેલાય.
માસ્ક ન પહેરનારાઓ પર ખુબ અત્યાચાર થઈ રહ્યાં છે, માસ્ક ન લગાવવાનો અર્થ છે જેલ. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાઈરલ છે જે જોઈને કોઈનું પણ કાળજુ ચીરાઈ જાય.
જુઓ હ્રદયદ્રાવક વીડિયો....
51yo shopper dragged from Chinese supermarket for refusing to wear face mask as the country deals with #coronavirus pic.twitter.com/R38Z4oSoSd
— RT (@RT_com) February 16, 2020
જુઓ વોલેન્ટિયર્સ કેવી રીતે મહિલાને ખેંચીને જેલમાં લઈ જઈ રહ્યાં છે. આ મહિલાનો વાંક એટલો છે કે તેણે માસ્ક પહેર્યો નથી.
2/14 #CoronavirusOutbreak
“Great discipline is taking place in China, as President Xi strongly leads what will be a very successful operation”- 2/7/2020 President Trump
Trust me on this. In socialist country, “Discipline” has different meaning. Today “no mask” means jail time. pic.twitter.com/i1YHdZ180k
— 西行小宝 (@htommy998) February 14, 2020
એ અન્ય વીડિયોમાં લોકોને એક ચેન બનાવીને જેલમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
What's wrong with the #China police? #coronavirus #COVID19 #Coronavirius #WuhanCoronovirus #CoronavirusOutbreak pic.twitter.com/7EfHoiwN1Z
— World Updates (@worldupdate____) February 16, 2020
આ વીડિયોમાં પોલીસના અત્યાચારની એવી બર્બરતા દેખાઈ રહી છે કે જાણે ચીની નાગરિક કોઈ માણસ નહીં પરંતુ જાનવર હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માસ્ક ન પહેરનારી મહિલાને પોલીસ ખરાબ રીતે ખેંચીને ગાડીમાં લઈ જઈ રહી છે. મહિલાની ગોદમાંથી બાળક પણ રસ્તા પર પડી જાય છે.
વોલેન્ટિયર્સની મંજૂરી વગર કઈ કરી શકો નહીં
કેટલાક શહેરોના હાઉસિંગ કોમ્પલેક્સોએ પોતાના ત્યાં રહેતા લોકો માટે એક પ્રકારના પાસ બહાર પાડ્યા છે. જેનાથી તેમના ઘરે આવતા જતા લોકોને નિયંત્રિત કરી શકાય. જો કોઈ વ્યક્તિ બહારથી આવ્યો હોય તો તેને તે એપાર્ટમેન્ટ કે બિલ્ડિંગમાં ઘૂસવા દેવામાં આવતા નથી. ટ્રેનોમાં પણ લોકોને ત્યારે જ સવાર થવા દેવાય છે કે જ્યારે તેઓ સાબિત કરી શકે કે તેઓ સંબંધિત શહેરમાં રહે છે અથવા કામ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગામડાઓને ગાડીઓ, ટેન્ટ્સ કે બીજી ચીજોથી બનેલા બેરિયરથી એવી રીતે ઘેરવામાં આવ્યાં છે કે વોલેન્ટિયર્સની મંજૂરી વગર કોઈ ત્યાં જઈ શકે નહીં અને બહાર પણ ન નીકળી શકે.
ટ્રેનોમાં બુકિંગ માટે લોકોએ પોતાના લોકેશનને મોકલવું જરૂરી કરી દેવાયું છે. જો તેઓ કોઈ રિસ્કવાળા વિસ્તારમાં હોય તો તેમની ટિકિટ બુક થતી નથી.
રિપોર્ટ મુજબ ચીનમાં ઓછામાં ઓછા 76 કરોડ લોકો પર સરકારે કડક પ્રતિબંધો લાદ્યા છે. આ સંખ્યા ચીનની વસ્તીના અડધા કરતા પણ વધુ છે. તેમાંથી મોટાભાગના લોકો તો વાઈરસ પ્રભાવિત વુહાન શહેરથી ખુબ દુરના વિસ્તારોના પણ છે. લોકો પર એવા પ્રતિબંધો છે જાણે કે તેઓ જેલમાં હોય. કોઈ જો બીમાર હોય તો તેને હોસ્પિટલ લઈ જવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જો કે નાગરિકોનો એક મોટો વર્ગ પોતાના પર લાગેલા આવા પ્રતિબંધોનું સમર્થન પણ કરી રહ્યો છે. જેથી કરીને કોરોનાને રોકી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે