ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાદ રેલવે સ્ટેશનનો દિલધડક Video

ટ્રેનની અડફેટે આવી જવાના અને ચાલુ ટ્રેન ચઢવા જતા અકસ્માત (Accident) બનવાના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ ગુમાવે છે, તો કેટલાક કિસ્સાઓમાં લોકોનો જીવ બચી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલુ ગાડીએ ચઢવા જતા એક યુવાન ટ્રેન નીચે ફસાયો હતો. પ્લેટફોર્મ નંબર 10 પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવક તેના પર ચઢવા ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. પગ લસપતા જ યુવક ટ્રેનની નીચે ફસાયો હતો. પરંતુ ત્યા હાજર આરપીએફ (RPF)ના જવાનોએ યુવકને તાત્કાલિક બચાવી લીધો હતો.

Updated By: Sep 24, 2019, 04:09 PM IST
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાદ રેલવે સ્ટેશનનો દિલધડક Video

અમદાવાદ :ટ્રેનની અડફેટે આવી જવાના અને ચાલુ ટ્રેન ચઢવા જતા અકસ્માત (Accident) બનવાના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ ગુમાવે છે, તો કેટલાક કિસ્સાઓમાં લોકોનો જીવ બચી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલુ ગાડીએ ચઢવા જતા એક યુવાન ટ્રેન નીચે ફસાયો હતો. પ્લેટફોર્મ નંબર 10 પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવક તેના પર ચઢવા ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. પગ લસપતા જ યુવક ટ્રેનની નીચે ફસાયો હતો. પરંતુ ત્યા હાજર આરપીએફ (RPF)ના જવાનોએ યુવકને તાત્કાલિક બચાવી લીધો હતો.

આરપીએફની બે જવાનોએ યુવાનને તાત્કાલિક ટ્રેન નીચેથી ખેંચી લીધો હતો. તો હાલ, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવકનો પગ કેવી રીતે લપસ્યો, અને કેવી રીતે જવાનોએ તેનો જીવ બચાવ્યો તે સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, રેલવે પોલીસે સતર્કતા અને ઝડપી કામગીરીથી જે રીતે લોકોના જીવ બચાવે છે તેવા અનેક કિસ્સાઓ તથા વીડિયો પણ સામે આવી રહ્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :