રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના 14 ધારાસભ્યો પહોંચ્યા જયપુર, શિવ વિલાસ હોટલમાં રોકાણ કરશે
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 20 ધારાસભ્યોને આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં ગુજરાત બહાર લઇ જઇ જવામાં આવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 20 ધારાસભ્યોને આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં ગુજરાત બહાર લઇ જઇ જવામાં આવ્યા છે. આજે સાંજે કોંગ્રેસના 20 ધારાસભ્યો રાજસ્થાન જયપુર પહોંચી ગયા છે.
Rajasthan: Some Gujarat Congress MLAs have reached Jaipur. MLA Himmatsinh Patel says, "Everything is alright. Every party has some strategies, this is a part of that." https://t.co/m12WNtyMH7 pic.twitter.com/pPraRlQxNR
— ANI (@ANI) March 14, 2020
કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર છે કે કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને આર્થિક લાલચ આપીને તોડી શકે છે. કારણ કે આ અગાઉ 2017માં પણ કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ ગઈ હતી. જો કે કોંગ્રેસના કેટલાક વિશ્વાસુ ધારાસભ્યો જ ગુજરાતમાં રહેશે. રાજસ્થાનના જયપુર ખાતે ધારાસભ્યોનો કેમ્પ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત કોરોનાને પગલે હાલ ચાલી રહેલું વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવી દેવામાં આવે તેવી સંભાવના છે. જે અંગે એક બે દિવસમાં જાહેરાત થઈ શકે છે.
પોતાની સીટો ફાઇનલ કરવા માટે કોંગ્રેસે શનિવારે કેટલાક ધારાસભ્યોને શિફ્ટ કરી દીધા છે. કોંગ્રેસે જે ધારાસભ્યોને જયપુર રવાના કર્યા છે તેમાં ગેનીબેન ઠાકોર, લાખાભાઈ ભરવાડ, હર્ષદ રીબડિયા, પૂનમ પરમાર, ઋત્વિક મકવાણા, બળદેવજી ઠાકોર, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, બાપુનગર, ચંદનજી ઠાકોર, નથાભાઈ પટેલ, અજિતસિંહ ચૌહાણ, ઈન્દ્રજિતસિંહ પરમાર મહુધા, રાજેશ ગોહિલ, કાંતિ પરમાર જયપુર પહોંચી ગયા છે.
આવતીકાલે સાંજે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો જયપુર જશે. જ્યારે સોમવારે અથવા મંગળવારે ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી બિશ્વરંજન મોહંતી અને જીતેન્દ્ર બઘેલ જયપુર પહોંચશે. ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવતા અઠવાડિયે જયપુર ખાતે રોકાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 73 છે. બે ઉમેદવારોને મત આપ્યા બાદ ભાજપ પાસે ત્રીજા ઉમેદવાર માટે વધારાના 29 મત હશે. જેમને જીતાડવા માટે ભાજપને વધારે 7 થી 8 મતોની આવશ્યક્તા છે. NCP અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના બે ધારાસભ્યો ભાજપને સમર્થન કરી શકે છે.
ગુજરાતની ચાર રાજ્યસભા સીટો પર 26 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી રસપ્રદ બનતી જાય છે. ભાજપ તરફથી રાજ્યસભા માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાજ્યસભા માટે શક્તિ સિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. એટલું જ નહી કોંગ્રેસને ધારાસભ્યોના ક્રોસ વોટીંગનો ડર સતાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે