પથ્થરમારો કરનાર 96 આરોપીઓને કર્યા કોરોન્ટાઇન, 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે

પોલીસે પથ્થરમારો કરનાર લોકોની ધરપકડ કરી લીધે છે અને તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓને જેલમાં મોકલવાના મુદ્દે કલેક્ટર ધવલ પટેલ સાથે બેઠક યોજી હતી. 

પથ્થરમારો કરનાર 96 આરોપીઓને કર્યા કોરોન્ટાઇન, 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે

સુરત: પાંડેસર નજીક વડોદ ગામમાં પથ્થરમારો કરનાર 96 આરોપીઓને પોલીસે ધરપકડ કરીને હોમ કોરોન્ટાઇન કર્યા છે. લોકડાઉન દરમિયાન રવિવારે મોડી સાંજે વડોદ ગામથી પોતાના વતન ઉત્તર પ્રદેશ જઇ રહેલા લોકોને સમજાવવા ગયેલી પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરમારો કરનાર લોકોની ધરપકડ કરી લીધે છે અને તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓને જેલમાં મોકલવાના મુદ્દે કલેક્ટર ધવલ પટેલ સાથે બેઠક યોજી હતી. 

મળતી માહિતી અનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પથ્થરમારો કરનાર લોકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ ધરપકડ કરવામાં આવેલા લોકોનું કહેવું છે કે પોલીસે તેમને બળજબરીપૂર્વક ઝડપી લીધા છે, જ્યારે પથ્થરમારો કરનાર બીજા લોકો છે. પોલીસે 96 આરોપીઓની ધરપકડ કર્યા તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. પાંડેસર પોલીસ મથકના ઇન્સપેક્ટર ડીકે પટેલે જણાવ્યું હતું કે 300 લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમને 14 દિવસ સુધી ઘરમાં જ રાખવામાં આવશે. 

પાંડેસર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે પહેલાં પાંડેસર પોલીસે જ લોકોની મદદ કરતાં અનાજ વિતરણનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ એસસીપી પંડ્યા અન્ય સંસ્થાઓએ પણ તેમાં સહયોગ કર્યો હતો. લોકડાઉન દરમિયાન સર્જાયેલી મુશ્કેલીઓને જોતાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અમે રાશન વહેંચ્યું હતું. અમારી પાસે જેમ જેમ અનનાઝની કિટ આવતી રહેશે અમે તેને ગરીબો અને જરૂરિયાતમંદોને વહેચતા રહીશું. સૌથી મોટી વાત એ છે કે કોઇ જરૂરિયાતમંદ બાકી રહી ન જાય. તેમને જાણકારી મળે છે ત્યાં સુધી તો બીજા લોકો લાભ લઇ ચૂક્યા હોય છે. 

પથ્થરમારાના બીજા દિવસે સોમવારે સવારે જ પાંડેસરના વડોદ ગામમાં શાંતિ જળવાઇ રહી હતી. પોલીસ કમિશ્નર આરબી બ્રહ્મભટ્ટએ પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી. ડીસીપી વિધિ ચૌધરી સહિત અન્ય પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાંડેસરાના વડોદ ગામ, ગણેશ નગર, તિરૂપતિ સહિત ઘણા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને લોકડાઉનની સ્થિતિનું સખતાઇપૂર્વક પાલન કરાવવા માટે સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સની ટીમ ગોઠવી દેવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ અને 250થી વધુ પોલીસકર્મીઓએ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news