હર્ષ સંઘવીએ RTO વિભાગમાં કરી સરપ્રાઈઝ વિઝીટ; યુવકે નોંધાવી ફરિયાદ, પોલીસ કર્મચારીની વિગતો મંગાવી

સુરત RTO અનેક વખત વિવાદમાં આવતી હોય છે ભૂતકાળમાં લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ કૌભાંડ પણ સામે આવ્યું છે. અનેક વખત ગેરરીતી થઈ હોવાની ફરિયાદો પણ ઉઠતી આવી છે.

હર્ષ સંઘવીએ RTO વિભાગમાં કરી સરપ્રાઈઝ વિઝીટ; યુવકે નોંધાવી ફરિયાદ, પોલીસ કર્મચારીની વિગતો મંગાવી

પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત પાલ RTO ની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. RTO માં અનેક વખત ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે હર્ષ સંઘવી RTOઓના અલગ અલગ વિભાગોની મુલાકાત કરી અધિકારીઓને સૂચન આપ્યા હતા. 

સુરત RTO અનેક વખત વિવાદમાં આવતી હોય છે ભૂતકાળમાં લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ કૌભાંડ પણ સામે આવ્યું છે. અનેક વખત ગેરરીતી થઈ હોવાની ફરિયાદો પણ ઉઠતી આવી છે. જ્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાલ RTOની સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. 

હર્ષ સંઘવીએ RTOના અલગ અલગ વિભાગની કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયાને નાપાસ થયા છે, તેની સમગ્ર માહિતી મેળવી હતી. સાથે જ લાઇનસ વિભાગની પણ માહિતી મેળવી હતી કે કોઈ ગેરરીતિ થાય છે કે નહીં તેની ચકાસણી પણ કરી હતી. RTOમાં આવતા નાગરિકોને કોઈ સમસ્યા ન પડે તેને લઈને અધિકારીઓને સૂચના પણ અપાઈ હતી.

સુરત RTO માં એજન્ડાનો ત્રાસ જોવા મળતો હોય છે. આરટીઓ કચેરી ની બહાર જ એજન્ડોનો કાફલો જોવા મળે છે. સામાન્ય નાગરિકો પાસે RTO ના કામના નામે વધુ પૈસા પડાવી લેતા હોય છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા કાફિલો જોઈ એજન્ટોમાં ભારે દોડ ધામ મચી ગઈ હતી. ગૃહમંત્રીએ ડ્રાઇવિંગ ટેસ્ટ, લાયસન્સ, વિવિધ વિભાગોની મુલાકાત કરી ચકાસણી કરી હતી. સાથે જ કોઈ ગેરરીતિ રીતે થાય છે કે નહીં અધિકારીઓ પાસેથી ડ્રાઇવિંગ ટેસ્ટના ડેટા મેળવી હકીકત તપાસી હતી. 

ગૃહમંત્રીની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન એક યુવક અચાનક હર્ષ સંઘવી પાસે આવી પહોંચ્યો હતો. અને તેની સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોય તેવી ફરિયાદ ગૃહ મંત્રીને કરી હતી. હાર્દિક દેસાઈ નામમાં યુવકે હર સંજયને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન એક પોલીસ કર્મચારીએ મને રોક્યો હતો અને મારી પાસેથી લાયસન્સ,આર.સી બુક માંગી હતી મારી પાસે લાયસન્સ હતું પરંતુ આર.સી બુક ન હોવાથી પોલીસે મને લાફો માર્યો હતો. ગૃહ મંત્રીએ તે પોલીસ કર્મચારીઓની માહિતી આપવા જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news