લો બોલો! આરોપીઓ ચોરીના માલનો પાડી રહ્યા હતા ભાગ, અને પોલીસ ત્રાટકી, પછી થયું એવું કે...

સુરત શહેરના પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલ આકાર દર્શન સોસાયટીમાં રહેતો યુવક રાત્રીના સમયે પત્નીને લઈને હોસ્પિટલમાં ગયો હતો. તસ્કરોએ બંદ મકાનને ટાર્ગેટ કરીને સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ 3.71 લાખની ચોરી કરી હતી.

લો બોલો! આરોપીઓ ચોરીના માલનો પાડી રહ્યા હતા ભાગ, અને પોલીસ ત્રાટકી, પછી થયું એવું કે...

પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરામાં ચોરીનો માલનો ભાગ પાડી રહેલા આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આકાશ દર્શન સોસાયટીમાં સોના, ચાંદીના દાગી મળી 3 લાખથી વધુની આરોપીએ ચોરી કરી હતી. વડોદ ગામમાં આરોપીઓ ચોરીના મુદામાલનો ભાગ પાડતા હતા. પોલીસે બાતમીના આધારે એક સગીર સહિત 4 આરોપીને અનેક ગુણના ચોરીના 9.40 લાખનો મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

સુરત શહેરના પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલ આકાર દર્શન સોસાયટીમાં રહેતો યુવક રાત્રીના સમયે પત્નીને લઈને હોસ્પિટલમાં ગયો હતો. તસ્કરોએ બંદ મકાનને ટાર્ગેટ કરીને સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ 3.71 લાખની ચોરી કરી હતી. પરિવાર પરત આવતા પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. 

ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરાઈ હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મકાન માલિકની ફરિયાદ લઈ આરોપીઓ પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે બાતમી મળી હતી કે દાગીનાની ચોરી કરનારા આરોપીઓ પાંડેસરા વડોદ ગામ આવાસની પાછળ મુદામાલનો ભાગ પાડવા ભેગા થનાર છે.

પોલીસે બાતમીના આધારે રેઈડ કરતા રાજ કાપુરે, સોનુ ઉર્ફે ગોલ્ડન, રાહુલ, કરણ તિરમલે સહિત એક સગીર ચોરી કરેલા દાગીના અને રોકડા રૂપિયાના ભાગ પાડવા બેઠા હતા. પોલીસે ચારે આરોપીને 9.40 લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news