PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.
PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.

હકીકતમા, પાર્ટીમાં મહાસચિવનું પદ મેળવવા અને પૂર્વ ઉત્તર પ્રદેશનો ભાર પોતાના ખભા પર આવ્યા બાદ પ્રિયંકા ગાંધી રાજનીતિક રૂપથી બહુ જ સક્રિય રીતે કામ કરી રહી હતી. તે કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં સતત પ્રચાર પણ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ગત મહિના રાયબરેલીમાં જ્યારે એક કાર્યકર્તાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ઈલેક્શન લડવા કહ્યું તો તેમણે જવાબ આપ્યો હતો કે, વારાસણીથી કેમ નહિ. જોકે, પ્રિયંકા ગાંધીએ આ જવાબ હળવા અંદાજમાં આપ્યો હતો. પરંતુ તેના બાદથી જ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, શું સાચે જ પ્રિયંકા ગાંધી વારાસણથી ચૂંટવી લડીને પીએમ નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપવા તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news