આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ, વિદ્યાર્થીઓ-વાલીઓ અત્યારથી જ ટેન્શનમાં
તાજેતરમાં જ ધોરણ-10 બોર્ડનુ પરિણામ જાહેર થયા બાદ હવે આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરાશે. ત્યારે હવે અત્યારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓના ધબકારા વધી ગયા છે, કે પરિણામ શું આવશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :તાજેતરમાં જ ધોરણ-10 બોર્ડનુ પરિણામ જાહેર થયા બાદ હવે આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરાશે. ત્યારે હવે અત્યારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓના ધબકારા વધી ગયા છે, કે પરિણામ શું આવશે. ધોરણ-12 કોમર્સનું પરિણામ વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન જાણી શકશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. તો વિદ્યાર્થીઓ બપોર બાદ માર્કશીટ શાળામાંથી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે