વાવાઝોડાની અસરથી ટ્રેન-ફ્લાઈટ કેન્સલ, આજ સાંજથી નહિ દોડે આ ટ્રેનો
લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક ટ્રેનો તથા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે.
Trending Photos
અમદાવાદ :રાજ્યમાં વાયુ વાવાઝોડના સંકટ સામે પહોંચી વળવા માટે શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે અનેક સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક ટ્રેનો તથા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી ટ્રેનો કેન્સલ કરાઈ છે. તમામ પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ છે. સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ્દ રહેશે.
ગુજરાતના દરિયાકાઠે આવનાર વાયુ વાવાઝોડાને લઇને રેલ્વે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આજે સાંજે 6 વાગ્યાથી સૌરાષ્ટ્રમાં આવતી-જતી તમામ ટ્રેનો કેન્સલ કરાઈ છે. વેરાવળ, પોરબંદર આવતી-જતી ટ્રેનો આજ સાંજથી બંધ કરાઈ છે. તેમજ ઓખા, ભાવનગર આવતી-જતી ટ્રેન પણ આજ સાંજથી બંધ કરાઈ છે. ગાંધીધામ અને ભૂજ આવતી-જતી ટ્રેનો પણ બંધ કરવામાં આવનાર છે. વાવાઝોડાના પગલે ભૂજ-ગાંધીધામની ટ્રેન સેવા 6 વાગ્યાથી બંધ કરાઈ. 14મી સુધી સેવા બંધ રહેશે. ભૂજ-ગાંધીધામ આવતી ટ્રેનો 6 વાગ્યા બાદ જે-તે સ્ટેશન પર જ ટૂંકાવી દેવાશે. 6 વાગ્યા બાદ અહીંથી એકપણ ટ્રેન ઉપડશે નહીં. સૌરાષ્ટ્ર કચ્છની 21 ટ્રેનોને પણ થઈ અસર. સૌરાષ્ટ્ર તરફ આવતી 21 જેટલી ટ્રેન રદ કરવામાં આવી.
ભયાનક ‘વાયુ’ના લેટેસ્ટ અપડેટ : આજે મધ્યરાત્રે 3 વાગ્યે ટકરાશે વાવાઝોડું, વેરાવળથી માત્ર 320 કિમી દૂર
રેસ્ક્યુ માટે ખાસ ટ્રેન દોડાવાશે
તો બીજી તરફ, સૌરાષ્ટ્રના દરેક સ્ટેશનથી મુસાફરોને લાવવા વિશેષ ટ્રેન દોડાવાશે તેવો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન માટે 6 થી 10 કોચની વિશેષ ટ્રેન તૈયાર રાખવામાં આવી છે. જેમાં સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. જેમાં વોટર ટેંક, જેસીબી લઇ જવા ખાસ ટ્રેન મૂકાઈ છે. ટ્રેક્ટર સહિત રાહત સામગ્રી લઇ જવા ટ્રેન સ્ટેન્ડ બાય મૂકાઈ છે. ગાંધીધામ, પોરબંદર, ભાવનગર, વેરાવળ અને ઓખા ખાતેથી એક-એક સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે.
ફ્લાઈટ પણ કેન્સલ
વાયુ વાવાઝોડાની અસર લોકલ વિમાની સેવા પર પણ થઈ છે. જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા કેન્સલ કરાઈ છે. બંન્ને એરલાઇન્સ ગુજરાતમાં લોકલ સેવા આપે છે. વાવાઝોડાને પગલે પોરબંદર, દીવ, કંડલા, મુન્દ્રા, ભાવનગરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. બે દિવસ માટે વિમાની સેવા રદ કરાઈ છે.
કઈ કઈ ટ્રેન કેન્સલ થઈ
- 12 જૂન
આજની ટ્રેન નંબર 19252, 59421, 59207 અને 59208, 52933, 52949, 59230, 52951 અને 52956 કેન્સલ કરાઈ છે.
ટ્રેન નંબર 11464, 19119 અને 59297ને આગમચેતીના ભાગરૂપે શોર્ટ ટર્મિનેટ કરાઈ.
- 13 જૂન
આવતીકાલે ટ્રેન નંબર 59507, 59508, 19571, 19572, 59297, 59298, 59212, 59214, 59216, 59206 રદ્દ કરાઈ
ટ્રેન નંબર 12906, 19269, 19262, 19015, 19215ને સાવચેતીના ભાગરૂપે ટર્મિનેટ કરાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે