તલાકઃ 'હિન્દુઓ માટે 1 અને મુસ્લિમો માટે 3 વર્ષની સજા, એક દેશમાં બે કાયદા કેવી રીતે?'

તલાકઃ 'હિન્દુઓ માટે 1 અને મુસ્લિમો માટે 3 વર્ષની સજા, એક દેશમાં બે કાયદા કેવી રીતે?'

નવી દિલ્હીઃ ત્રણ તલાક બિલ સંસદના બંને ગૃહમાં પસાર થઈ ગયા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત મુસ્લિમોનો એક મોટો વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. આ સંદર્ભમાં મુસ્લિમ વિદ્વાવ સાજિદ રશીદીએ જણાવ્યું કે, મુસલમાનો કે મુસ્લિમ સંગઠન આ બિલના વિરોધમાં નથી, પરંતુ તેમાં અનેક ખામીઓ છે. નવા કાયદા અંતર્ગત મુસ્લિમ મહિલાઓએ કોર્ટમાં એ વાત સાબિત કરવી પડશે કે તેમને ત્રણ તલાક આપવામાં આવી છે. જે આ બિલનું નબળું પાસું છે. 

તેના અંતર્ગત વ્યક્તિના જેલમાં ગયા પછી જજ નક્કી કરશે કે બાળકોના ઉછેરની જવાબદારી કોની રહેશે? સરકારે બાળકોના ઉછેર માટે કોઈ જોગવાઈ રાખી નથી. બિલમાં તેને અપરાધિક બાબત ગણવામાં આવે છે, જ્યારે આ એક દિવાની બાબત છે. 

સાથે જ જો એક હિન્દુ વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા આપે છે તો 1 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ હવે નવા કાયદા પછી જો મુસ્લિમ વ્યક્તિ તલાક આપશે તો તેને 3 વર્ષની જેલની સજા થશે. એક દેશમાં લગ્ન વિચ્છેદ માટે બે કાયદા કેવી રીતે હોઈ શકે છે? 

સાજિદ રશીદીએ વધુમાં જણાવ્યું કે, કોઈ પણ સરકાર ધર્ના આધારે નિર્ણય લઈ શકે નહીં. ભાજપ મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં શા માટે હસ્તક્ષેપ કરી રહી છે? મુસલમાનો આ બિલનો સ્વીકાર નહીં કરે. આ બિલ બનાવતા સમયે મુસ્લિમ સમુદાયનો અભિપ્રાય લેવાયો નથી. 

AIMPLBનો વિરોધ
ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરી રહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સંયોજક જફરયાબ જિલાનીએ જણાવ્યું કે, ભાજપ તેને ચૂંટણીનો ઘોષણાપત્ર સમજીને પાસ કરાવવા માગતી હતી. તે સફળ થઈ છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. આ બિલ ભલે કાયદો બની જાય, પરંતુ તેમાં અનેક ખામીઓ છે, જે ગેરબંધારણીય છે અને અમે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news