અદાણી-અંબાણી પર ભલે ના હોય, મોદી સરકારની આ સ્કીમ પર રાહુલને છે પુરો ભરોસો, કર્યું તગડુ રોકાણ

Rahul Gandhi: રાહુલ ગાંધી પોતાની મિલકતની વિગતો સાર્વજનિક કરી છે. એટલેકે, એફિડેવિટમાં પોતાની મિલકત અંગે જાણકારી આપી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, રાહુલ ગાંધીએ મોદી સરકારની એક યોજનામાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. જીહાં, તમને વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે. 

અદાણી-અંબાણી પર ભલે ના હોય, મોદી સરકારની આ સ્કીમ પર રાહુલને છે પુરો ભરોસો, કર્યું તગડુ રોકાણ

Rahul Gandhi Stock Portfolio: લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. એવામાં સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે દિગ્ગજ નેતા અને કોંગ્રેના સાંસદ રાહુલ ગાંધીનું ઈન્વેસ્ટમેન્ટ. જીહાં, શું તમે જાણો છો કે રાહુલ ગાંધી કઈ રીતે કરે છે કમાણી? પીએમ મોદી અને મોદી સરકાર પર રાહુલ ગાંધી ભલે રાહુલ ગાંધી હંમેશા વાક પ્રહાર કરતા જોવા મળે. પણ વાત જ્યારે કમાણી કરવાની હોય ત્યારે મોદી સરકારની આ સ્ક્રીમાં રાહુલ ગાંધીને છે પુરેપરો ભરોશો. 

આ અમે નથી કહી રહ્યાં રાહુલ ગાંધીના શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને સરકારી બોન્ડમાં કરેલાં રોકાણની વિગતો પરથી આ વાત સામે આવી છે. જેમાં સામે આવ્યું છેકે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારની સરકારી સ્ક્રીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. પૈસા ડબલ કરવા માટે રાહુલ ગાંધીને સૌથી વધારે પસંદ પડી છે મોદી સરકારની આ સરકારી સ્ક્રીમ. 

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા પહેલાં રાહુલ ગાંધી પોતાની મિલકતની વિગતો સાર્વજનિક કરી છે. એટલેકે, એફિડેવિટમાં પોતાની મિલકત અંગે જાણકારી આપી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, રાહુલ ગાંધીએ મોદી સરકારની એક યોજનામાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. જીહાં, તમને વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે. 

શેરબજારમાં રાહુલ ગાંધીએ કર્યું છે તગડું રોકાણઃ
રાહુલ ગાંધીએ શેરબજારમાં તગડુ રોકાણ કર્યું છે. જેના આધારે તે બેઠાંબેઠાં આરામથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. બીજી તરફ રાહુલ ગાંધીના આ રોકાણમાં એ વાત પણ સામે આવી છેકે, તેમને અદાણી અને અંબાણી પર સહેજ પણ ભરોસો નથી. એટલાં માટે જ તેમના પોર્ટફોલિયોમાં રાહુલ ગાંધીએ અદાણી કે અંબાણી ગ્રૂપનો એક પણ શેર રાખ્યો નથી. રાહુલ ગાંધી હંમેશા પોતાના ભાષણોમાં પણ અંબાણી અને અદાણીને મોદી સરકારના ખાસ ગણાવતા આવ્યાં છે. જેથી તેમનો ગુસ્સો આ કંપનીઓ પર પણ સ્પષ્ટ છે. પણ આ છે સિક્કાની એક બાજુ.

મોદી સરકારની આ સ્કીમમાં રાહુલ ગાંધીએ કર્યું લાખોનું રોકાણઃ
સિક્કાની બીજી બાજુ એવી છેકે, મોદી સરકારે સમાન્ય લોકોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે બહાર પાડેલી યોજના પર રાહુલ ગાંધીને છે પુરો ભરોસો. એટલે તો રાહુલ ગાંધીએ પણ આ યોજનામાં આંખો મીંચીંને લાખો રૂપિયાનું રોકણ કર્યું છે. મોદી સરકારની આ યોજનાનું નામ છે સોવરિન ગોલ્ડ બોન્ડ. આ યોજનામાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. આ સોનું ફિજિકલી હોતુ નથી, તમારે પેપર પર તેના બોન્ડ લેવાના હોય છે. થોડા સમય પહેલાં જ આ યોજનામાં ફોર્મ ભરવા લોકોએ પડાપડી કરી હતી. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર મોદી સરકારના આ યોજનામાં લાખો રૂપિયાનું રોકાણ કરીને તગડી કમાણી કરી રહ્યાં છે. રાહુલ ગાંધીને પણ મોદી સરકારની આ યોજનામાં પર પુરો ભરોસો છે. રાહુલ ગાંધી ભલે આજે પણ પોતાના ભાષણોમાં મોદીના 15 લાખવાળા ભાષણને વારંવાર યાદ કરતા હોય. પણ હાલ તગડી કમાણીના આશયથી રાહુલ ગાંધી મોદી સરકારની આ યોજનામાં 15 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરીને આ યોજનાનો ભરપુર લાભ લઈ રહ્યાં છે. રાહુલ ગાંધીના એફિડેવિટમાં આ વિગતો સ્પષ્ટ જોઈ શકાય છે. 

રાહુલ ગાંધીએ કુલ કેટલું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટમાં જે રોકાણ કર્યું છે તેમાં સારી સારી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે. ઈન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો રાહુલ ગાંધી પોતે જ ફોકસ કરે છે. જોકે, તેમનો સ્ટોક માર્કેટ અને ઈન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો ખુબ જ સ્ટ્રોંગ છે. રાહુલ ગાંધી 25 કંપનીઓમાં 4.30 કરોડની કિંમતના શેર્સ ધરાવે છે. 

કઈ 5 ગુજરાતી કંપનીમાં રાહુલનું રોકાણ?

કંપની                               શેર               કિંમત(રૂ.)
પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ        1,474         42,27,432
એશિયન પેઇન્ટ્સ              1,231        35,29,954
દીપક નાઇટ્રાઇટ               568           11,92,033
તાતા કન્સલ્ટન્સી              234            9,87,305
વિનાઇલ કેમિકલ              960            3,24,240

કેટલી છે રાહુલ ગાંધીની કુલ સંપત્તિ?
2024ની લોકસભા ચૂંટણી માટે વાયનાડથી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીપંચમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે કુલ 20.39 કરોડની સંપત્તિ છે. રાહુલ ગાંધી પાસે 25 કંપનીઓના શેર્સમાં અદાણી કે અંબાણીની કંપનીના કોઇ શેર નથી પરંતુ અન્ય 5 ગુજરાતીઓની કંપનીના 1.05 કરોડ રૂપિયાના શેર્સ છે.

કઈ ગુજરાતી કંપનીઓના શેરમાં રાહુલે કર્યું છે રોકાણ?
પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, દીપક નાઇટ્રાઇટ, એશિયન પેઇન્ટ્સ, તાતા કન્સલ્ટન્સી અને વિનાઇલ કેમિકલ (ઇન્ડિયા) કંપનીઓના શેર રાહુલ ગાંધી પાસે છે. રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં સૌથી વધુ 42.27 લાખના પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના 1,474 શેર છે. આ ઉપરાંત રાહુલે ગોલ્ડ બોન્ડ યોજનામાં પણ 15.21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અને સ્મોલકેપ ફંડમાં પણ રાહુલ ગાંધીએ રોકાણ કરેલું છે.

​​​મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું છે રાહુલનું રોકાણઃ
રાહુલ ગાંધી પાસે બજાજ ફાઇનાન્સના 35.89 લાખના, આઇસીઆઇસીઆઇ બેન્કના 24.83 લાખના, આઇટીસીના 12.96 લાખની કિંમતના શેર્સ છે. આ ઉપરાંત ઇન્ફોસિસ, બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન જેવી કંપનીઓના પણ શેરમાં પણ તેમનું રોકાણ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news