વલસાડ: પારડી પાસે વિકલાંગ કોચમાં સવાર મહિલાની ચાલુ ટ્રેનમાં થઇ હત્યા

શહેરના પારડી રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ચાલુ ટ્રેનમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાઇ ગયા હતા. ત્યારે આ અજાણી મહિલા કોણ છે અને તેની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

વલસાડ: પારડી પાસે વિકલાંગ કોચમાં સવાર મહિલાની ચાલુ ટ્રેનમાં થઇ હત્યા

જય પટેલ/વલસાડ: શહેરના પારડી રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ચાલુ ટ્રેનમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાઇ ગયા હતા. ત્યારે આ અજાણી મહિલા કોણ છે અને તેની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મમુજબ સુરતથી વિરાર જતી શટલ ટ્રેનના વિકલાંગોના કોચ માંથી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના મૃતદેહ પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક વાર હુમલો કરવાથી શરીર પર અસંખ્ય ઘા જોવા મળી રહ્યા છે. રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસનો દૌર શરૂ કર્યો છે.

મહત્વનું છે, મહિલાની લાશ મળતા સૌથી મહત્વપૂર્ણ સવાલએ ઉભો થાય છે, કે મહિલાની હત્યા ક્યા કારણોથી કરવામાં આવી. અને હત્યારાઓ ચાલુ ટ્રેનમાં હત્યા કરીને ક્યાં ભાગી ગયા. પોલીસે રેલ્વે સ્ટેશન પરના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને કોચમાં સવાર અન્ય મુસાફરોની પૂછપરછ કરીને હત્યાનો ભેદ ઉકેલવા માટેની તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news