Video : રખડતા ઢોરથી બે ફૂટ આઘા રહેજો, આખલાએ મહિલાને એવી ફંગોળાઈ કે ઉભી જ ન થઈ શકી
ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરોનો આતંક (bull attack) વધી રહ્યો છે. પ્રાણી અબોલ હોય છે, પણ સરકાર આ મામલે મૂક બનીને તમાશો જુએ છે. ઢોરોને પાંજરે પૂરતી નથી, અને ઢોર રાખનારા માલિકો પર અંકુશ મૂકી શકતી નથી. આવામાં અનેક નાગરિકો તેનો ભોગ બને છે. ત્યારે ગોધરા આખલાના આતંકનો ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે. દાહોદ હાઇવે પર આખલાએ એક મહિલાને એવી રીતે રોડ પર પટકી હતી કે તેમના હાડકા ભાંગી ગયા હતા. આ વીડિયો (CCTV) તમને વિચલિત કરી દે તેવો છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરોનો આતંક (bull attack) વધી રહ્યો છે. પ્રાણી અબોલ હોય છે, પણ સરકાર આ મામલે મૂક બનીને તમાશો જુએ છે. ઢોરોને પાંજરે પૂરતી નથી, અને ઢોર રાખનારા માલિકો પર અંકુશ મૂકી શકતી નથી. આવામાં અનેક નાગરિકો તેનો ભોગ બને છે. ત્યારે ગોધરા આખલાના આતંકનો ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે. દાહોદ હાઇવે પર આખલાએ એક મહિલાને એવી રીતે રોડ પર પટકી હતી કે તેમના હાડકા ભાંગી ગયા હતા. આ વીડિયો (CCTV) તમને વિચલિત કરી દે તેવો છે.
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આ ઘટના બની હતી. દાહોદ હાઈવે પર સંતરોડ ગામની એક મહિલા એસટી બસની રાહ જોઈને ઉભી હતી. આ મહિલા ઉભી હતી ત્યાં પાછળથી અચાનક આખલો આવી ચઢ્યો હતો. આખલાએ મહિલાને ઊંચકીને ઊંધી પછાડી હતી. જેથી મહિલા આખી ફંગોળાઈ હતી. મહિલાને ફંગોળીને આખલો શાંતિથી ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ મહિલા ઉભી પણ થઈ શકી ન હતી. આ ઘટના બાદ સ્થાનિકો મહિલાની મદદે આવ્યા હતા, અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને વડોદરા (vadodara) સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સંતરોડ ગામની આ મહિલાને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઓપરેશન કરાવવું પડ્યું છે. મહિલા હાલ પણ આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે. 20 ઓગસ્ટે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.
ગોધરામાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે. છાશવારે આખલાના દ્વંદ્વ યુદ્ધની આવી ઘટનાઓ સામે આવતી હોય છે. પોતાના ઢોરોને રખડતા છોડીને પશુમાલિકો બિન્દાસ્ત ફરતા હોય છે. આવા ઢોર કોઈના માટે જીવનું જોખમ બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે