રોજેરોજ બદલાઈ રહેલી આગાહી વચ્ચે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને આપી ચેતવણી, સાચવજો તમારો પાક નહિ તો...

Paresh Goswami Prediction : આ દિવાળી તો સો ટકા બગડવાની છે. અંબાલાલ પટેલ બાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મોટો ધડાકો કરી દીધો છે કે, દિવાળી તહેવારના આ દિવસોમાં તો વરસાદ આવશે

રોજેરોજ બદલાઈ રહેલી આગાહી વચ્ચે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને આપી ચેતવણી, સાચવજો તમારો પાક નહિ તો...

Gujarat Weather Forecast : ગુજરાતના વાતાવરણમાં એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. ઠંડી, ગરમી અને પછી ક્યારે વરસાદ શરૂ થઈ જાય તેની કંઈ ખબર પડતી નથી. રોજેરોજ બદલાતી આગાહી વચ્ચે સૌથી કફોડી હાલત ગુજરાતના ખેડૂતોની થઈ છે. હવામાનમાં આવતા પલટાને કારણે મહામહેનતે ઊભો કરેલો પાક બરબાદ થઈ જાય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે, જે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચેતવ્યા છે. 

ખેડૂતો માટે પરેશ ગોસ્વામીની ખાસ સલાહ
હવામાન નિષ્ણાત હવામાનમાં આવી રહેલા આ પલટા અંગે ખેડૂતોને સાવચેત કર્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂત મિત્રોએ કપાસ, મગફળી અને સોયાબિનના હાર્વેસ્ટિંગ વહેલી તકે સાચવી લેવા જોઈએ 29 ઑક્ટોબર સુધી તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચુ જોવા મળશે. એકાદ સેન્ટરમાં તો તાપમાન 36 ડિગ્રીથી પણ ઊંચુ જઈ શકે છે. આખા દિવસ દરમિયાન આટલું તાપમાન અનુભવાશે, જ્યારે રાતના સમયે તાપમાન નીચુ જશે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી શકે છે. જેના કારણે પાક પર નેગેટિવ અસર જોવા મળશે. 

વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવું છે શિડ્યુલ
 
દિવાળીમાં ક્યાં ક્યાં વરસાદ આવશે
ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. પરંતું હવામાનમાં એવા પલટા આવી રહ્યાં છે કે હવે કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. શિયાળાના આગમન વચ્ચે જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે નવરાત્રિ બાદ આગામી દિવાળીનો પણ તહેવાર બગડવાનો છે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.   

છુટોછવાયો વરસાદ પણ આવશે 
તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. 

આ તારીખથી થશે શિયાળાની એન્ટ્રી
તેમણે જણાવ્યું કે, હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news