ગુજરાત પર મોટી આફત આવી! વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

Weather Updates : રાજ્યમાં નબળુ પડ્યું ચોમાસું.. 24 કલાકમાં માત્ર 28 તાલુકામાં છૂટોછવાયો વરસાદ.... આજથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની કરાઈ આગાહી

ગુજરાત પર મોટી આફત આવી! વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

Gujarat Weather Forecast : ગુજરાત પર મોટી આફત આવી છે. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાંથી વરસાદ જ ગાયબ થઈ ગયો છે. જાણે કે ચોમાસું જતું રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. માંડ ક્યાંક વાદળો મંડરાય છે, અને માંડ ક્યાંક છુટોછવાયો વરસાદ આવે છે. ત્યારે નવી આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ. 

આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 12 કલાકમા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવશે. જેમાં મહેસાણા, બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 

આગાહીકાર પરેશ ગોસ્વામીના આગાહી
હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાનો નથી. 17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. 

ભાડેથી મકાન આપનારા માલિકો સાવધાન, આ શહેરમાં 52 મકાન માલિકો પર થઈ ફરિયાદ
    
15 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  

ક્યાં ક્યાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news