CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિયંકા ગાંધી?

 કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા. પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય નેતાઓની સાથે બેસ્યા હતા.
CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિયંકા ગાંધી?

અમદાવાદ : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા. પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય નેતાઓની સાથે બેસ્યા હતા.

પ્રાર્થના સભામાં પ્રિયંકા ગાંધી અલ્પેશ ઠાકોરની બાજુમાં બેસેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ડો.મનમોહન સિંહની બેઠક વ્યવસ્થામાં વચ્ચે એક જગ્યા ખાલી હતી. સંભવત રીતે આ જગ્યા પ્રિયંકા ગાંધી માટે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પણ આખરે પ્રિયંકા ગાંધી કેમ આ જગ્યા પર ન બેસ્યા કે, તેમને આ જગ્યા પર ન બેસાડાયા તે વિશે હાલ તો ચર્ચાનો દોર શરૂ થયો છે. 

ત્યારે રાજકીય બેડામાં આ ચર્ચા શરૂ થઈ છે કે, જગ્યા ખાલી હતી, તેમ છતા પ્રિયંકા ગાંધી કેમ રાહુલ ગાંધી સાથે ન બેસ્યા. સાથે જ તસવીરમાં દેખાતી ખાલી જગ્યા પણ સ્પષ્ટ બતાવે છે કે, આ જગ્યા પર પ્રિયંકા ગાંધી બેસવાના હતા. તો શું પ્રિયંકાની સામે રાહુલ ગાંધી ઢંકાઈ જશે તેવો ડર લાગી રહ્યો છે, આ કારણે પ્રિયંકા રાહુલની બાજુમાં ન બેસ્યા?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news