નાગરિકતા કાયદો: જામિયા હિંસા મામલે 10 લોકોની ધરપકડ, આરોપીઓમાં એક પણ વિદ્યાર્થી સામેલ નથી

દિલ્હીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, આગચંપી અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી છે. 

નાગરિકતા કાયદો: જામિયા હિંસા મામલે 10 લોકોની ધરપકડ, આરોપીઓમાં એક પણ વિદ્યાર્થી સામેલ નથી

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં રવિવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, આગચંપી અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે તથા તેમાંથી 3 તો એવા લોકો છે તે વિસ્તારના બીસી એટલે કે બેડ કેરેક્ટર જાહેર થયેલા છે. પકડેલા આરોપીઓમાંથી કોઈ વિદ્યાર્થી નથી. અત્રે જણાવવાનું કે સાઉથ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસે 2 એફઆઈઆર દાખલ કરી હતી. 

નકલી આઈડી કાર્ડ લઈને ઘૂસ્યા હતાં અસામાજિક તત્વો!
પોલીસને શક છે કે જામિયા (Jamia) ના આઈડી કાર્ડ બનાવીને કેટલાક પ્રદર્શનકારીઓ સામેલ થયા હતાં. અસલી વિદ્યાર્થીઓ કરતા આવા નકલી વિદ્યાર્થીઓનો હિંસા ભડકાવવામાં વધુ હાથ હતો. અટકાયતમાં લેવાયેલા આવા 51 વિદ્યાર્થીઓની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જેમાંથી 36ને કાલકાજીથી અને 15ને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાંથી પકડવામાં આવ્યાં છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

આ બધા પોતે જામિયા (Jamia) , ડીયુની હિન્દુ કોલેજ અને ઈગ્નોના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કર્યો હતો. પોલીસને તેમાંથી કેટલાક પર શક છે કે તેમણે જામિયાના નકલી આઈડી કાર્ડ બનાવી રાખ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news