આસામ: ગુવાહાટીમાં સંપૂર્ણ રીતે કરફ્યુ હટ્યો, બ્રોડબેન્ડ સેવા પૂર્વવત, મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ

 નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આસામ (Assam) માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા (Internet Sevice) ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ (Curfew) માં છૂટ આપવામાં આવી છે. 

આસામ: ગુવાહાટીમાં સંપૂર્ણ રીતે કરફ્યુ હટ્યો, બ્રોડબેન્ડ સેવા પૂર્વવત, મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ

ગુવાહાટી: નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આસામ (Assam) માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા (Internet Sevice) ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે.જો કે ઈન્ટરનેટ સેવામાં બ્રોડબેન્ડ સેવા ચાલુ કરાઈ છે. જ્યારે મોબાઈલ ઈન્ટરનેટ પર હજુ પણ પ્રતિબંધ યથાવત છે. ગુવાહાટીમાંથી સંપૂર્ણ રીતે કરફ્યું ઉઠાવી લેવાયો છે. રાતે પણ કરફ્યુ રહેશે નહીં. જ્યારે  ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ (Curfew) માં છૂટ આપવામાં આવી છે. 

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં કાયદા વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં અશાંત પરિસ્થિતિ છે. સૈન્યબળની તૈનાતી સાથે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. 

આસામમાં નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનના આંદોલનનો આજે બીજો દિવસ છે. જ્યારે પૂર્વોત્તર રાજ્ય મેઘાલયની રાજધાની શિલોંગમાં સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કરફ્યુમાં ઢીલ અપાઈ છે. અહીં પર બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ છે જ્યારે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર હજુ પણ પ્રતિબંધ છે. 

હિંસામાં અત્યાર સુધી 4 ના મોત
આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતાએ જણાવ્યું કે દુર્ભાગ્યથી પોલીસ કાર્યવાહીમાં 4 લોકો માર્યા ગયા છે. સ્થિતિ એવી બની ગઈ હતી કે વધુ લોકો અને સંપત્તિને બચાવવા માટે પોલીસે ગોળી છોડવી પડી. સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અત્યાર સુધી 136 મામલા નોંધાયા છે અને 190 પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે. આ સામાન્ય લોકતાંત્રિક પ્રદર્શનકારીઓ નહતાં. પરંતુ હિંસામાં સંડોવાયેલા લોકોમાંથી કેટલાક ષડયંત્રકારોની પણ ધરપકડ કરાઈ છે. જેમાં વિભિન્ન સંગઠનોના કેટલાક પ્રમુખ નેતાઓ પણ સામેલ છે. 

— ANI (@ANI) December 17, 2019

આસામના મંત્રી હેમંત બિસ્વ સરમાએ મંગળવારથી જ આસામના દરેક ભાગમાંથી કરફ્યુ સંપૂર્ણ રીતે હટાવવાની સૂચના આપી. રાતે પણ કરફ્યુ લગાવવામાં નહીં આવે.  આ બાજુ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે રાજ્યના લોકોના અધિકારોની રક્ષા માટે તેમની સરકાર સમર્પિત છે. આસામમાં 22 ડિસેમ્બર સુધી શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે. નોંધનીય છે કે નાગરિકતા સંશોધન બિલ 2019 સંસદમાં પાસ થયા બાદ શહેર અને રાજ્યના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન થયા હતાં. રાજ્યમાં સોશિયલ મીડિયાના દુરઉપયોગને રોકવા અને શાંતિ તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 16 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાની જાહેરાત થઈ હતી. 

જુઓ LIVE TV

અનેક જાહેર સંપત્તિઓને નુકસાન
અત્રે જણાવવાનું કે આસામમાં અત્યાર સુધીનું સૌથી ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં પ્રદર્શનકારીઓએ 3 રેલવે સ્ટેશનો, એક પોસ્ટ ઓફિસ, એક બેન્ક, એક બસ ટર્મિનસ સહિત અનેક સાર્વજનિક સંપત્તિઓ ફૂંકી મારી. આ ઉપરાંત અનેક દુકાનો, ડઝન જેટલી ગાડીઓ, અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતા તેના પરથી માપી શકાય કે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ જલદી પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને મળવા દિલ્હી જવાના છે. 

હિંસામાં જોવા મળી એક ખાસ પેટર્ન
નાગરિકતા કાયદા વિરુદ્ધ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં હિંસક પ્રદર્શન થયાં. મંત્રી સરમાએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે  કહ્યું કે ગુવાહાટીના શંકરદેવ કલાક્ષેત્રમાં ઉપદ્રવની જ્યારે અમે તપાસ કરી તો તેમાં એક કોંગ્રેસના કાર્યકરની સંડોવણી જોવા મળી. 

ગુવાહાટીમાં જ થશે શિખર સંમેલન
આસામની સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) ની સરકારમાં મહત્વનું મંત્રાલય સંભાળનારા સરમાએ કહ્યું કે પ્રદર્શનના કારણે જાપાન-ભારતનું શિખર સંમેલન મોકૂફ રખાયું હતું. પરંતુ તે હવે ગુવાહાટીમાં જ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ નિર્ણય લીધો છે કે ગુવાહાટીથી કાર્યક્રમ સ્થળને બીજે ફેરવાશે નહીં. જો કે  તારીખ બદલાઈ છે. પીએમની વ્યક્તિગત રૂચિ છે કે આ સંમેલન ગુવાહાટીમાં જ થવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news