Farm Laws: પવારે કૃષિ કાયદા પર ઉઠાવ્યા સવાલ, તોમરનો જવાબ- તમને ખોટી જાણકારી
તોમરે કહ્યુ કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ છે. જેને કૃષિ સંબંધિત મુદ્દા અને સમાધાનો વિશે સારી જાણકારી પ્રાપ્ત છે. તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે અને કૃષિ કાયદાને લઈને ખોટા તથ્યો જણાવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Union Agriculture Minister Narendra Singh Tomar) એ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) પર પલટવાર કર્યો છે. તોમરે કહ્યુ કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ છે. જેને કૃષિ સંબંધિત મુદ્દા અને સમાધાનો વિશે સારી જાણકારી પ્રાપ્ત છે. તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે અને કૃષિ કાયદાને લઈને ખોટા તથ્યો જણાવી રહ્યાં છે. આ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોશિયલ મીડિયા દ્વારા કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે.
મહત્વનું છે કે હાલમાં પૂર્વ કૃષિ મંત્રી શરદ પવાર (Sharad Pawar) એ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, તેમના કાર્યકાળ દરમિયાન, વિશેષ બજાર સ્થાપિત કરવા માટે ડ્રાફ્ટ એપીએમસી નિયમાવલી 2007 તૈયાર કરવામાં આવી હતી, જેથી કિસાનોને પોતાનો પાક વેંચવા માટે વૈકલ્પિક મંચ ઉપલબ્ધ કરાવી શકાય અને હાલની માર્કેટ સિસ્ટમને મજબૂત કરવા માટે વધુ સાવધાની રાખવામાં આવી. મહત્વનું છે કે શરદ પવાર 2004થી 2014 સુધી કેન્દ્રીય કૃષિ મંત્રી રહ્યા હતા.
Since he speaks with some experience and expertise on the issue, it was dismaying to see his tweets employ a mix of ignorance & misinformation on the agriculture reforms. Let me take this opportunity to present some facts: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/UokGOWZQEq
— ANI (@ANI) January 31, 2021
તો શરદ પવાર પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી તોમર (Narendra Singh Tomar) એ કહ્યુ કે, નવી પરિસ્થિતિ પ્રમાણે યાર્ડ પ્રભાવિત થતા નથી. તેના બદલે તેઓ સેવાઓ અને માળખાગત બાબતોમાં વધુ સ્પર્ધાત્મક અને ખર્ચ અસરકારક બનશે અને બંને સિસ્ટમો ખેડૂતોના સામાન્ય હિત માટે સહ અસ્તિત્વમાં હશે.
તોમરે કહ્યુ કે, નવો કાયદો (Farm laws) કિસાનોને પોતાનો પાક વેચવા માટે વધારાના વિકલ્પની સુવિધા પ્રદાન કરે છે, કિસાન પોતાના પાકને ગમે ત્યાં સારી કિંમત પર રાજ્ય કે રાજ્યની બહાર વેચી શકે છે. આ ત્રણેય કૃષિ કાયદાથી વર્તમાન MSP સિસ્ટમ પણ પ્રભાવિત થતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે