ભારત પહોંચ્યો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનો 'અભેદ્ય કિલ્લો' Air India One,જાણો શું છે તેની ખાસિયતો


એર ઈન્ડિયા વન દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે બે વીવીઆઈપી એર ઈન્ડિયા વન વિમાનોમાંથી પ્રથમ વિમાન ગુરૂવારે ભારત પહોંચ્યું છે.

ભારત પહોંચ્યો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનો 'અભેદ્ય કિલ્લો'  Air India One,જાણો શું છે તેની ખાસિયતો

નવી દિલ્હીઃ ભારતના વીવીઆઈપી બેડા માટે એર ઈન્ડિયા વન (Air India One)ની જોવાતી રાહનો અંત આવી ગયો છે. સમાચાર એજન્સી એએનઆઈએ જાણકારી આપી છે કે એર ઈન્ડિયા વન દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે બે વીવીઆઈપી એર ઈન્ડિયા વન વિમાનોમાંથી પ્રથમ વિમાન ગુરૂવારે ભારત પહોંચ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે ખરીદવામાં આવેલ બે બોઇંગ-777 વિમાન તૈયાર છે. ભારતને મળનાર આ બે નવા વિમાનોનો ઉપયોગ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ઉડાનો માટે કરવામાં આવશે, જેને વાયુસેનાના પાયલટ ઉડાવશે. 

સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, એર ઈન્ડિયા વન અગ્રિમ અને સુરક્ષિત સંચાર ટેક્નોલોજીથી લેસ છે જે હેક કે ટેપ થયા વગર મધ્ય હવામાં ઓડિયો અને વીડિયો સંચાર ફંક્શનનો લાભ ઉઠાવી શકે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે નવુ ડિઝાઇન કરેલ વીઆઈપી વિમાન અમેરિકાથી આવ્યું છે. 

આ બંન્ને વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલટ ઓપરેટ કરશે. પરંતુ આ બંન્ને નવા વિમાનોનું મેન્ટેનન્સ એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ  (AIESL) દ્વારા કરવામાં આવશે. આ વીવીઆઈપી વિમાનોની ડિલિવરી પહેલા જુલાઈમાં થવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે ન થઈ શકી. 

હાલ દેશમાં પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ એર ઈન્ડિયાના B747 વિમાનથી યાત્રા કરે છે. પ્રધાનમંત્રી અને અન્ય વીવીઆઈપી લોકો દ્વારા ઉપયોગ થનાર આ વિમાનોને એર ઈન્ડિયા વન (Air India One)  કહેવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે, તેની પહેલા પીએમ સહિત વીવીઆઈપી લોકોના ઉપયોગમાં લાગેલ B747 વિમાનોનો ઉપયોગ વ્યાપારી કામગીરી માટે કરવામાં આવશે. 

J&K: કાશ્મીરમાં LoC પર પાક તરફથી ભારે ગોળીબાર, સેનાના ત્રણ જવાન શહીદ  

બંન્ને B-777 વિમાનોનો ઉપયોગ દેશની વીવીઆઈપી લોકોની યાત્રા માટે કરવામાં આવશે. આ બંન્ને વિમાન વર્ષ 2018મા કેટલાક સમય માટે એર ઈન્ડિયાના વ્યાપારી વિમાનોના બેડામાં સામેલ હતા. ત્યારબાદ આ બંન્ને વિમાનોને કસ્ટમાઇઝ કરવા માટે પરત બોઇંગને મોકલી આપવામાં આવ્યા. બંન્ને B-777 વિમાન સ્ટેટ-ઓફ-ધ-આર્ટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી લેસ હશે. 

એર ઈન્ડિયા વન વિમાનોની ખાસિયતો
પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવેલ આ ખાસ વિમાનની ઘણી ખાસિયતો છે. તેમાં મિસાઇલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેમાં લાગેલા સેન્સરની મદદથી પાયલટને મિસાઇલો પર હુમલો કરવામાં મદદ મળે છે. આ સિવાય વિમાનમાં ઇલેક્ટ્રોનિક વાયફેયર જામર લાગેલ છે, જેથી દુશ્મનના જીપીએસ અને ડ્રોન સિગ્નલને બ્લોક કરવામાં મદદ મળે છે. 

એર ઈન્ડિયા વન વિમાનમાં ડાયરેક્શનલ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર સિસ્ટમ લાગેલી હોય છે, આ એક એન્ટી મિસાઇલ સિસ્ટમ છે, જે વિમાનને ઇન્ફ્રારેડ મિસાઇલથી બચાવે છે. એર ઈન્ડિયા વન વિમાનમાં ડાયરેક્શનલ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર સિસ્ટમ લાગેલી હોય છે. આ સિવાય વિમાનની કેટલીક ખાસિયતોમાં ચાફ એન્ડ ફ્લેયર્સ સિસ્ટમ છે, જે રડાર ટ્રેકિંગ મિસાઇલથી ખતરો થવા પર વિમાનને સુરક્ષા પ્રદાન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news