Heavy Rain Alert: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weahter Forecast: ઉકળાટવાળી ગરમીથી કંટાળેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જાણો ગુજરાતમાં વરસાદની શું રહેશે સ્થિતિ.....

Heavy Rain Alert: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Weather Update of 6 September 2023: જુલાઈ બાદ જાણે વરસાદે દેશના મોટાભાગના વિસ્તારોમાંથી વિરામ લઈ લેતા લોકો ગરમીના કારણે હેરાન પરેશાન થતા જોવા મળ્યા. વરસાદ ન થવાના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા. હવે હવામાન વિભાગ દ્વારા કઈક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એકવાર ફરીથી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. જેના કારણે યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. 

હવામાન અપડેટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 6 સપ્ટેમ્બર એટલે કે આજથી 3 દિવસ સુધી વરસાદની સંભાવના છે. યુપીના 25 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદથી ઉકળાટમાં રાહત મળશે. ખેડૂતોને પણ પાક સિંચાઈમાં ફાયદો  થશે. અનેક જગ્યાએ વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. જેના કારણે ઝાડ પડવાની શક્યતા છે. 

આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ
ઝારખંડમાં એકવાર ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું છે. રાજયના અનેક  ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 80 મિમી વરસાદ પડ્યો જેનાથી લોકોને ઉકળાટવાળી ગરમીમાં રાહત મળી. હવામાન વિભાગે રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની શક્યતા જણાવતા યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. 

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગોમાં, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત, અને પૂર્વોત્તર  ભારતમાં હળવા વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વિપ, તમિલનાડુના કેટલાક ભાગો અને પશ્ચિમ હિમાલયમાં પણ આજે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેરળ, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગણા, પૂર્વ મધ્ય પ્રદેશ, અને આંદમાન તથા નિકોબર દ્વિપ સમૂહમાં વરસાદની વકી છે. 

ગુજરાતમાં શું રહેશે સ્થિતિ
રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કેબંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલી માં આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથ, અમરેલી,દિવ,રાજકોટ અને જામનગર માં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે. સાબરકાંઠા,બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news