CAA...શાહીન બાગ...હેટ સ્પીચ, શાહે સમજાવી દિલ્હી હિંસાની ક્રોનોલોજી


ગૃહ પ્રધાને કહ્યું કે, સીએએને લઈને અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે, તેમની નાગરિકતા જતી રહેશે. હું કહેવા ઈચ્છું છું કે સીએએ નાગરિકતા લેવાનો નહીં આપવાનો કાયદો છે.
 

CAA...શાહીન બાગ...હેટ સ્પીચ, શાહે સમજાવી દિલ્હી હિંસાની ક્રોનોલોજી

નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં દિલ્હી હિંસા પર નિવેદન આપ્યું હતું. તેમણે વિપક્ષના દરેક પ્રહારનો જવાબ આપ્યો હતો. ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે દિલ્હી હિંસાની ક્રોનોલોજી સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, કઈ રીતે નાગરિકતા સંશોધન કાયદા  (CAA)નો વિરોધ, શાહીન બાગ, હેટ સ્પીચે દિલ્હીમાં તોફાનો કરાવવાનું કામ કર્યું હતું.

ગૃહ પ્રધાને કહ્યું કે, સીએએને લઈને અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે, તેમની નાગરિકતા જતી રહેશે. હું કહેવા ઈચ્છું છું કે સીએએ નાગરિકતા લેવાનો નહીં આપવાનો કાયદો છે. પીડિત લોકોને નાગરિકતા આપવાની જોગવાઇ છે, પરંતુ અલગ-અલગ રીતે ઘણી વસ્તુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. લોકોને સીએએ વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા છે. 

શાહીન બાગનું પ્રદર્શન
અમિત શાહે આ દરમિયાન તે પણ જણાવ્યું કે, ક્યાં નિવેદન બાદ શાહીન બાગમાં ઘરણા શરૂ થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના એક મોટા નેતાએ 14 ફેબ્રુઆરીએ નિવેદન આપ્યું હતું.  તે લોકોને ઘરની બહાર નિકળવાની વાત કરે છે. કોંગ્રેસ નેતા કહે છે કે અત્યારે નહીં નિકળો તો કાયર કહેવાશો. આર-પારની લડાઈ કરો. આ નિવેદન બાદ 16 ડિસેમ્બરે શાહીન બાગમાં ધરણા શરૂ થાય છે. મહત્વનું છે કે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સીએએ વિરુદ્ધ આજે પણ પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીં બેઠેલા લોકો સીએએને પરત લેવાની માગ કરી રહ્યાં છે. 

નફરત ફેલાવતા નિવેદન
ત્યારબાદ અમિત શાહે હેટ સ્પીચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વારિસ પઠાણ 19 ફેબ્રુઆરીએ નિવેદન આપે છે કે જે વસ્તુ માગવાથી ન મળે તો તેને છીનવવી પડે છે. તે કહે છે કે અમે 15 કરોડ 100 કરોડ પર ભારે પડીશું. તેમના આ નિવેદનના 5 દિવસ બાદ 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હિંસા શરૂ થઈ હતી. 

શું કહ્યું અમિત શાહે
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, દેશભરમાં સીએએના સમર્થનમાં પણ રેલીઓ કાઢવામાં આવી છે. આ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે પ્રો-સીએએ વાળા લોકો નિકળ્યા તો હિંસા થઈ. કોંગ્રેસના નેતા લોકોને ઘરની બહાર નિકળવા માટે કહેતા હતા. આ હેટ સ્પીચ નથી તો શું છે. આ નિવેદન બાદ 16 ડિસેમ્બરે શાહીન બાગમાં ધરણા શરૂ થયા હતા. 

અમિત શાહે કહ્યું કે, એક સ્પીચ થાય છે 17 ફેબ્રુઆરીએ. કહેવામાં આવે છે કે 24 ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પ ભારત આવશે તો અમે જણાવશું કે ભારતની સરકાર શું કરી રહી છે. ત્યારબાદ તોફાનોની શરૂઆત થાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news