હવે હરિયાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રોહતકથી 15 KM દૂર ધરા ધ્રુજતા ભયનો માહોલ

ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા 4 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1ની હતી. આથી વધુ જગ્યા પર આ આંચકો મહેસૂસ થયો નહીં. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, ઓડિશામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે.

હવે હરિયાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રોહતકથી 15 KM દૂર ધરા ધ્રુજતા ભયનો માહોલ

રોહતક: ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપ (Earthquake) ના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા 4 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1ની હતી. આથી વધુ જગ્યા પર આ આંચકો મહેસૂસ થયો નહીં. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, ઓડિશામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં ઓછી તીવ્રતાના 25 જેટલા ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. 

16 જૂનના રોજ કાશ્મીરમાં આવ્યો ભૂકંપ
આ અગાઉ કાશ્મીરમાં મંગળવારે એક મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. મધ્યમ તીવ્રતાનો આ આંચકો મંગળવારે સવારે 7 વાગે આવ્યો જેની રીક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્થાન ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 100 કિમી અંદર હતી. ભૂકંપની દ્રષ્ટિએ કાશ્મીર એક એવા ક્ષેત્રમાં છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા વધુ રહે છે. 

જુઓ LIVE TV

ગુજરાતમાં 24 કલાક માંભૂકંપના 3 આંચકા
15 જૂનના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સોમવારે ઓછી તીવ્રતાના બે ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં. એક દિવસ પહેલા રવિવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજકોટની ઉત્તર પશ્ચિમમાં 132 કિમી દૂર રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે બીજો ભૂકંપ 4.1ની તીવ્રતાનો હતો જે બપોરે 12.57 વાગે તેની ઉત્તર પશ્ચિમમાં ઉત્તર તરફ અને 118 કિમી દૂર આવ્યો હતો. રવિવારે રાતે 8.13 વાગે આ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news