ચીનને વળતો જવાબ આપવા માટે આર્મી અને એરફોર્સ તૈયાર, સંયુક્ત યુદ્ધ રણનીતિની તૈયારી


India China Border News : ચીન સાથે વધતા વિવાદ વચ્ચે આર્મી અને વાયુસેના મળીને કામ કરી રહી છે અને રણનીતિ બનાવી રહી છે. આ સિવાય ભારતીય સૈનિક ચીનની કોઈપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે તૈયાર છે. 
 

ચીનને વળતો જવાબ આપવા માટે આર્મી અને એરફોર્સ તૈયાર, સંયુક્ત યુદ્ધ રણનીતિની તૈયારી

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખ (Eastern Laddakh)મા ચીનની સાથે તણાવને જોતા દેશની ત્રણેય સેનાઓ ભરપૂર તૈયારીઓ કરી રહી છે. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બન્યાના 10 મહિના બાદ નેશનલ ડિફેન્સ એકેડમીની એક બેચથી નિકળેલા બંન્ને કોર્સમેટ દેશની થલ અને વાયુ સેનાનું નેતૃત્વ કરી રહ્યાં છે. એક છે થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે અને બીજા છે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા. તેવામાં જ્યારા બંન્ને સેનાઓના પ્રમુખ પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે વધતા તણાવને જોતા બંન્ને સેનાઓના પ્રમુખ ચીન વિરુદ્ધ સંયુક્ત યુદ્ધની રણનીતિ બનાવી રહ્યાં છે. 

હકીકતમાં લેહ હવાઈ ક્ષેત્રમાં એક તરફ ભારતીય વાયુ સેનાના  C-17s, Ilyushin-76s અને C-130J સુપર હરક્યૂલિસ વિમાન રાશન અને અન્ય જરૂરી સામાનોને પહોંચાડી રહ્યાં છે તો તેની સાથે તે દરેક તરફથી ચીની સેનાનો મુકાબલો કરવા માટે પણ તૈયાર છે. 

લદ્દાખ ક્ષેત્રમાં તૈનાત એક વરિષ્ઠ વાયુ સેના કમાન્ડરે જણાવ્યું કે, વાયુસેના મુખ્યાલયનો નિર્દેશ સ્પષ્ટ છે કે સેના અને અન્ય સુરક્ષા દળો દ્વારા જે પણ જરૂરીયાત છે તેને પૂરી કરવાની છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા એનડીએના દિવસોથી પરિચિત છે અને ત્યારથી બંન્ને પાક્કા મિત્રો છે. 

બંન્ને સેનાઓ સંયુક્ત રૂપથી કરી રહી છે કામ
ફોર્વર્ડ એરિયામાં તૈનાત સેનાના એક અધિકારીએ કહ્યું કે, આ દિવસોમાં રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત અને બે સેનાઓના પ્રમુખ હંમેશા ચર્ચા કરે છે અને ચીની સેના વિરુદ્ધ કાર્યવાહીની યોજના બનાવે છે, જે ક્ષેત્ર સ્તર પર મદદ કરી રહી છે. બંન્ને સેના સંયુક્ત રૂપથી કામ કરી રહી છે. ભારતીય સેના જે ચીની સેના વિરુદ્ધ તણાવની સ્થિતિમાં તૈનાત છે તે પણ નિયમિત રૂપથી ભારતીય વાયુ સેનાને પોતાની ડોમેન જાગરૂકતા વધારવા માટે જમીન પર વાસ્તવિક સ્થિતિમાં અપડેટ કરી રહી છે. આ સિવાય તેણે બગડવાની સ્થિતિમાં સંયુક્ત રૂપથી કેટલાક ઓપરેશનની યોજના બનાવી છે. આ પ્રયાસને જમીન પર જોઈ શકાય છે કારણ કે બંન્ને સેનાઓ ચીન અને પાકિસ્તાન બંન્નેનો લદ્દાખ સેક્ટરમાં સામનો કરવાની તૈયારી કરી રહી છે. 

Bihar Election: નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે LJP, ભાજપ સાથે રહેશે ગઠબંધન!  

શિયાળામાં ટક્યા રહેવાની પૂરી તૈયારી
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિત નિયંત્રણ રેખા અને લેહથી રસ્તા પર ચીન અને ભયંકર ઠંડી બંન્નેનો સામનો કરી રહેલા સૈનિકોને આપૂર્તિ પ્રદાન કરવા માટે સિંધુ નદીની ઉપર ચિનૂકને ઉડતા જોઈ શકાય છે. તો એલએસીની પાસે ટેન્ક યુદ્ધાભ્યાસ કરવામાં કોઈ કસર છોડવામાં આવી નથી. આ સાથે વાયુ સેનાના ચિનૂક અને  Mi-17V5s હેલીકોપ્ટરોને લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) તરફ ઉડાન ભરી રહ્યાં છે. તો સરહદ ક્ષેત્રોમાં ઠંડીનો સામનો કરવા ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. 

ચિનૂક અને અપાચે નિભાવી રહ્યાં છે મોટી જવાબદારી
14 કોચના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યુ કે, અમારા હેલીકોપ્ટરોની લિફ્ટ ક્ષમતા એક મોટુ વરદાન સાબિત થઈ રહી છે. અમે કન્ટેનર ઉઠાવવા અને સ્થાણાંતરિત કરવાની સ્થિતિમાં છીએ, જેના દ્વારા અમે પૂર્વી લદ્દાખમાં સૈનિકો માટે શેલ્ટર બનાવવામાં સફળતા મેળવી રહ્યાં છીએ. આ સિવાય ચિનૂક અને અપાચે હેલીકોપ્ટર ભારતીય વાયુ સેના મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચિનૂક દૈનિક આધાર પર સરહદી વિસ્તારમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે, જ્યારે અપાચે મોટા પાયા પર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં સિંધુ અને અન્ય નદીઓના વધુ ઉંચાઈ વાળા વિસ્તૃત ઘાટીમાં એક ટેન્ક યુદ્ધમાં લાગેલા છે. 

ચીનની સાથે સંઘર્ષ માટે બંન્ને સેનાઓ તૈયાર
થલ સેના અને વાયુ સેનાના અધિકારીઓ બંન્નેનું કહેવું છે કે હજુ પણ એવા ક્ષેત્ર છે જ્યાં બંન્ને સેવાઓ પોતાના સંયુક્ત અને સારી રીતે કામ કરી શકે છે પરંતુ તે અનુભવે છે કે જ્યાં સુધી ચીનની સાથે સરહદ સંઘર્ષ પૂરો ન થાય, ત્યાં સુધી બંન્ને સેનાઓ સંયુક્ત રૂપથી યુદ્ધ લડવા માટે સારી રીત તૈયાર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news