કેજરીવાલને મોટો આંચકો, આશુતોષનું AAPમાંથી રાજીનામું, BJP-RSS માટે આ શું બોલ્યાં

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આશુતોષે બુધવારે એક મોટું પગલું ભરતા અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ.

કેજરીવાલને મોટો આંચકો, આશુતોષનું AAPમાંથી રાજીનામું, BJP-RSS માટે આ શું બોલ્યાં

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આશુતોષે બુધવારે એક મોટું પગલું ભરતા અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ. તેમણે પોતાના રાજીનામાનું કારણ 'ખાનગી કારણ' હોવાનું જણાવ્યું હતાં. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. રાજીનામા પહેલા તેમણે ગાયનો મુદ્દો બનાવીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન પણ સાધ્યું હતું. 

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આજે સ્વતંત્રતા દિવસના અવસરે ભાજપનો દરેક સભ્ય ભારત માતાના સમ ખાય અને ઓછામાં ઓછી 3 ગાયોને દત્તક લઈને તેને નવું જીવન આપે. ગાય દરેક ભાજપ/સંઘની માતા છે. તેઓ તેને રસ્તા પર મરવા માટે કેવી રીતે છોડી શકે? હિંદુધર્મની આનાથી મોટી સેવા કોઈ ન હોઈ શકે. 

હકીકતમાં તેમણે ટ્વિટમાં કહ્યું કે તેઓ આ મામલે કોઈ સવાલનો જવાબ આપશે નહીં. આશુતોષે કહ્યું કે દરેક સફરનો એક અંત હોય છે. આપ સાથે યાત્રા ખુબ ક્રાંતિકારી અને ખુબસુરત રહી. હું રાજીનામું આપતા પાર્ટીની કાર્યકારિણી પરિષદને આગ્રહ કરું છું કે તેઓ તેનો સ્વીકાર કરે. કારણ કે મેં વિશુદ્ધ ખાનગી કારણોથી આ નિર્ણય લીધો છે. આ યાત્રા દરમિયાન મારો સાથ આપનારા તમામ કાર્યકર્તાઓ પ્રતિ આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ આશુતોષે મીડિયાને કહ્યું કે કૃપા કરીને મારી પ્રાઈવસીનું સન્માન કરો. કારણ કે આ સંદર્ભમાં હું કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન આપીશ નહીં. 

— ashutosh (@ashutosh83B) August 15, 2018

અત્રે જણાવવાનું કે હાલમાં જ પાર્ટી તરફથી દિલ્હીની અનેક લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિયુક્તિ કરાઈ હતી જેમાં ક્યાંય તેમનું નામ નહતું. જો કે હાલના દૌરમાં કુમાર વિશ્વાસના વિદ્રોહ બાદ આશુતોષનું આમ અચાનક પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું એ આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news